
ઉમરગામમાં ભારે વરસાદ અને પવનથી વીજ વિક્ષેપ: ઉદ્યોગોના ઉત્પાદનને અસર પહોંચતા UIA એ DGVCL ના અધિકારીઓ સાથે વિશેષ બેઠક યોજી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા અને GIDC વિસ્તારમાં ચોમાસાની સિઝનનો કુલ 9 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે અનેક મોટા વૃક્ષો ધરાશાયી થયા, જેના પરિણામે વીજ વિક્ષેપની સમસ્યા સર્જાઈ. આ પાવર કટની અસર GIDC વિસ્તારના ઉદ્યોગોના ઉત્પાદન પર પડી, જેના કારણે ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે.
આ મુદ્દે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (UIA)ના પ્રમુખ નરેશ બાંથિયા અને નોટિફાઇડના ચીફ ઓફિસર સહિતના અધિકારીઓએ DGVCL અને GETCOના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠકનું આયોજન કર્યું. બેઠકમાં પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી અને વીજ સપ્લાયની સમસ્યાઓ પર વિગતવાર ચર્ચા થઈ.
UIA પ્રમુખ નરેશ બાંથિયાએ જણાવ્યું કે, "માર્ચથી જૂન સુધી અમે DGVCLને પ્રિ-મોન્સૂન કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા વારંવાર તાકીદ કરી હતી. હાલમાં GIDC અને ગ્રામ્ય વિસ્તારોમાં થઈ રહેલા પાવર કટની સમસ્યાનું આગામી 4-5 દિવસમાં નિરાકરણ લાવવામાં આ...