
સરીગામની લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળા ખાતે ‘ArtEcho : Open art challenge’ નો કાર્યક્રમ યોજાયો
સરીગામ ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા ટ્રસ્ટ સંચાલિત લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળામાં તારીખ ૧૯/૦૪/૨૫ ના રોજ ArtEcho : Open art challenge કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
આ ArtEcho : Open art challenge મા ધોરણ ૬ થી ૧૨ ના વિદ્યાર્થીઓમાં world heritage ના સ્મારકો અને ઐતિહાસિક આર્ટ ગેલેરી પ્રત્યે જાગૃત કરવા લક્ષ્મી ઈન્ટરનેશનલ શાળાએ ArtEcho : Open Art Challenge નું આયોજન કર્યું.
આ ArtEcho : Open Art Challenge માં દાદરા એન્ડ નગર હવેલી તથા વલસાડ જિલ્લાની ૧૬ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓએ વિવિધ ત્રણ કેટેગરીમાં ભાગ લીધો હતો.તેમાં ધોરણ-૬ અને ૭ The Soul of India, ધોરણ- ૮ અને ૯ Preserving Our Past અને ધોરણ- ૧૦ થી ૧૨ માટે Monument Through My Eyes જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલી ઉત્કૃષ્ટ કળા પ્રદર્શિત કરી.
આ ArtEcho : Open Art Challenge માં વિજેતા થનાર વિદ્યાર્થી...