Saturday, June 21News That You Want to Read

National

વલસાડ પોલીસે જીલ્લાના 60 થી વધુ સક્રિય ગુનેગારોને રાઉન્ડ અપ કર્યા બાદ વાપી LCB ખાતે સઘન પુછપરછ કરી

વલસાડ પોલીસે જીલ્લાના 60 થી વધુ સક્રિય ગુનેગારોને રાઉન્ડ અપ કર્યા બાદ વાપી LCB ખાતે સઘન પુછપરછ કરી

Gujarat, National
વલસાડ જીલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા અસામાજીક તત્વો ઉપર અંકુશ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે હેતુથી વલસાડ જીલ્લાના વાપી, ડુંગરા, GIDC સહિતના તમામ થાણા અધિકારીઓએ સક્રિય ગુનેગારોને પોતાના રહેણાંક તથા સંભવિત સ્થળોથી રાઉન્ડ અપ કર્યા હતાં. રાઉન્ડઅપ કરેલા કુલ 60 થી વધુ સક્રિય ગુનેગારોને વાપી ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવી ONE TO ONE સઘન પુછપરછ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે વલસાડ જીલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા અસામાજીક તત્વો ઉપર અંકુશ રહે અને જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તે અન્વયે સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વિર સિંહની સુચના તથા વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ વલસાડ જીલ્લાના તમામ થાણા અધિકારીઓ મારફતે જે તે વિસ્તારના સક્રિય ગુનેગારોને પોતાના રહેણાંક તથા સંભવિત સ્થળ...
વલસાડ જિલ્લામાં પોલીસ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ પરિવારનું સયુંકત અભિયાન “NO HELMET, NO ENTRY” 

વલસાડ જિલ્લામાં પોલીસ, ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લાયન્સ પરિવારનું સયુંકત અભિયાન “NO HELMET, NO ENTRY” 

Gujarat, National, News
વલસાડ જિલ્લામાં બનતા અકસ્માતોને રોકવા પોલીસ વિભાગ દ્વારા વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન સાથે અને લાયન્સ પરિવારના સહયોગમાં જિલ્લાના ઉધોગોમાં "NO HELMET, NO ENTRY" અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વાપીના VIA હોલ ખાતે SP ડૉ. કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં વિશેષ Traffic Awareness Sessionનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં વિવિધ ઉદ્યોગોના 300 જેટલા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતાં. જેઓને આ અભિયાન હેઠળ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વલસાડ જિલ્લો એ ઔદ્યોગિક જિલ્લો છે. અહીં મોટી સંખ્યામાં અનેક પ્રકારના ઉદ્યોગો કાર્યરત છે. દિવસરાત ધમધમતા આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામદારો કામ કરવા આવે છે. જેમાં એક મોટો કામદાર વર્ગ દ્વિચક્રી વાહનમાં આવાગમન કરે છે. જેને કારણે અનેક નાનામોટા અકસ્માતો થઈ રહ્યા છે. જેમાં જાનહાની ટાળવા તમામ ...
લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગ નગર દ્વારા “એક શામ વીર વીરંગનાઓ કે નામ” ની એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કર્યું

લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગ નગર દ્વારા “એક શામ વીર વીરંગનાઓ કે નામ” ની એક ભવ્ય ઇવેન્ટનું આયોજન કર્યું

Gujarat, National
વાપીમાં ગુંજન વિસ્તારમાં 18 માર્ચ 2025 ના રોજ એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંજે 4:00 થી 7:00 સુધી લાયન્સ ઉપાસના હોલ માં  યોજાયો હતો. આ પ્રસંગ ત્રિવેણી સંગમ જેવો હતો, જેમાં ત્રણ મોટા તહેવારોના સંગમ હતા - અર્ધ લશ્કરી દળનું સન્માન, મહિલા દિવસની ઉજવણી અને લાયન્સ ક્લબ વાપી ઉદ્યોગ નગરની  50 વર્ષની સુવર્ણ ભવ્ય યાત્રા. આ કાર્યક્રમની શરૂઆત લાયન સરિતા તિવારી ની પ્રસ્તાવના દ્વારા થઈ હતી, ત્યારબાદ તમામ મહાનુભાવો દ્વારા દીવો પ્રગટાવવામાં આવ્યો હતો. માધવી મુકાદમ દ્વારા પ્રાર્થના કર્યા પછી, ક્લબના પ્રમુખ લાયન પ્રવિણાબેન શાહે એક આવકાર પ્રવચન  આપ્યું.  તેમના ભાષણમાં વીર અને વિરાંગનાઓના યોગદાનને યાદ કરતાં, તેમણે સમાજમાં આદરની ભાવના જાળવવા હાકલ કરી. લાયન્સ ક્લબ વતી બહાદુર પરિવારો માટે લાયન પ્રવિણા શાહે પણ સંભવિત સહકારની ખાતરી આપી હતી. ત્યારબાદ વીરો અને વિરાંગનાઓનું ક્લ...
દમણગંગા નદીમાં પથરાયેલ ભિલાડની ICIL કંપનીની Effluent Disposal પાઇપલાઇનનું ગંદુ પાણી પાલતુ પશુઓ અને પક્ષીઓ માટે જીવલેણ નીવડી રહ્યું છે. ગામલોકોને પણ થઈ રહ્યા છે ચામડીના રોગ…?

દમણગંગા નદીમાં પથરાયેલ ભિલાડની ICIL કંપનીની Effluent Disposal પાઇપલાઇનનું ગંદુ પાણી પાલતુ પશુઓ અને પક્ષીઓ માટે જીવલેણ નીવડી રહ્યું છે. ગામલોકોને પણ થઈ રહ્યા છે ચામડીના રોગ…?

Gujarat, National
વલસાડ જિલ્લાના ભિલાડમાં માહલા ફળિયામાં આવેલ INDO COUNT INDUSTRIES LIMITED કંપનીની Effluent Disposal પાઇપલાઇનને દમણગંગા નદી પાથરવામાં આવી છે. આ પાઇપલાઇનનો દમણગંગા નદીમાં જ ઈકલારા ગામની હદમાં અંતિમ છેડો છે. જ્યાં દમણ ના દરિયાની ભરતી આવતી હોય એ વિસ્તાર ટાઇડલ ઝોન તરીકે ડિકલેર કર્યો છે. એટલે એફલયુએન્ટ પાઇપલાઇન નો પણ અહીં છેડો આવી ગયો છે. જ્યાં કંપની નું એફલયુએન્ટ જમા થતું હોય એ એફલયુએન્ટ નજીકના ઈકલારા ગામના પશુપાલકોના પશુઓ માટે જીવલેણ નીવડી રહ્યું છે. આ અંગે સ્થાનિક પશુપાલકે જણાવ્યું હતું કે, હાલમાં જ્યારે આ કંપનીની પાઈપલાઈન ફાટી ગઈ હતી. ત્યારે, તેનું ગંદુ પાણી નદીના શુદ્ધ પાણીમાં ભળી ગયું હતું. જે પાણી પીવાથી પશુઓ બીમાર પડ્યા હતાં. એ ઉપરાંત પાઇપલાઇન ના અંતિમ છેડા આસપાસ જ્યારે જ્યારે કંપનીનું ગંદુ પાણી ગાય ભેંસ પીવે છે ત્યારે તે મૃત્યુ પામે છે. અત્યાર સુધીમાં આવા 10 થી 15 જેટલા પશુઓ મોતને ભે...
માત્ર 20 રૂપિયાના પાસના 2500 લેખે 7500ની લાંચ લેનાર ભીલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટના બીટ ગાર્ડને ACB એ લાંચના છટકામાં ઝડપી પાડ્યો

માત્ર 20 રૂપિયાના પાસના 2500 લેખે 7500ની લાંચ લેનાર ભીલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટના બીટ ગાર્ડને ACB એ લાંચના છટકામાં ઝડપી પાડ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના સંજાણ રેન્જમાં આવતા ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ પર બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ ACB ની ટીમે 6300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.  આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ ACB સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપરવીઝનમાં વલસાડ ACB PI એસ. એન. ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા વલસાડ જિલ્લાના સંજાણ રેન્જમાં આવતા ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ ACB ની ટીમે 6300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. લાંચ ના છટકામાં ઝડપાયેલા બીટગાર્ડ નરેશ દાદુભાઇ ભોયા સંજાણ રેન્જમાં આવતી ભીલાડ વન પેદાશ ચેકીંગ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવે છે. જ્યાં ACB ને ફરિયાદ કરનાર પોતાના કબ્જાની ટ્રકમાં મહારાષ્ટ્રથી ખેરના લાકડા ભરી નવસારી જિલ્લાના અમલસાડ ખાતે આવેલ લાકડાન...
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત, સાંસદ દ્વારા લિખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી સાંસદ દ્વારા વલસાડ-ડાંગના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રસંશા કરી

લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત, સાંસદ દ્વારા લિખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી સાંસદ દ્વારા વલસાડ-ડાંગના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રસંશા કરી

Gujarat, National
લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સાંસદ દ્વારા લિખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સાંસદ દ્વારા તેમના લોકસભા ક્ષેત્ર એવા વલસાડ-ડાંગના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રસંશા કરી હતી. દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે લોકસભા ના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા લેખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સાંસદ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો માટે અને અન્ય તમામ સમાજના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રશંશા...
વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ અંતર્ગત મિલ્કત તથા NDPS સબંધી ગુનામા અગાઉ પકડાયેલ જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

Gujarat, National, News
વલસાડ જીલ્લામાં અસામાજીક તત્વો ઉપર અંકુશ લાવી શકાય. કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાઇ રહે તેવા હેતુથી વલસાડ પોલીસે મેન્ટર પ્રોજેકટ હેઠળ મહત્વની કામગીરી બજાવી છે. જેમાં ભુતકાળમા બે કે તેથી વધુ મિલકત સબંધી ગુનાઓ/NDPS ગુનાઓમા સંકળાયેલ આરોપીઓ ભવિષ્યમા બીજા ગુનાઓ ન આચરે તે અન્વયે જીલ્લાના 105 આરોપીઓને રાઉન્ડઅપ કર્યા હતાં. પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી વલસાડની અધ્યક્ષતામા વલસાડ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને અગાઉ બે કે તેથી વધુ મિલ્કત સબંધી ગુનાઓમા પકડાયેલ કુલ-148 આરોપીઓ તથા NDPS ગુનાઓમા અગાઉ પકડાયેલ-67 આરોપીઓ ઉપર સતત દેખરેખ રાખવા પોલીસ કર્મચારીઓની મેન્ટર તરીકે નિમણુક આપવામા આવી હતી. જે આરોપીઓ અગાઉ કરેલ ગુનાઓને દોહરાવે નહી તે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ ઓફીસ ખાતે વલસાડ જીલ્લાના મેન્ટરો દ્રારા આરોપીઓને રાઉન્ડઅપ કરી તમામ થાણા અધિકારીઓની હાજરીમા સઘન પુછપરછ કરવામા આવી હતી. આ...
વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં

વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં

Gujarat, National, News
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા. 17/03/2025 ના રાત્રીના 10 વાગ્યાથી તા. 18/03/2025 ના કલાક 00/30 સુધી સરપ્રાઇઝ વાહન ચેકીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ વાહન ચેકીંગ દરમ્યાન M.V.Act. 207 મુજબ 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં હતાં, M.V.Act. 185 મુજબના (ડ્રંક એન્ડ ડ્રાઇવ) ના કુલ 24 કેસો કરવામાં આવેલ હતા. સદર વાહન ચેકીંગમાં વલસાડ ડિવિઝનના DySP તથા વાપી ડિવિઝનના DySP પોતે પણ ફીલ્ડમાં હાજર રહ્યા હતાં. તેમની અધ્યક્ષતામા ડીવીઝન વાઇઝ દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તેમજ તાબાના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. કર્મચારીઓ મારફતે ચુસ્ત અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યાં હતાં. આ વાહન ચેકીંગ દરમ્યાન પો.સ્ટે.ના જુદા જુદા પોઇન્ટો ઉપર થાણા અધિકારીઓ તથા તાબાના પોલીસ કર્મચારીઓ મારફતે અસરકારક વાહન ચેકીંગ કર્યું હતું. જેમાં M.V.Act. 207 મુજબના 52 વાહનો ડીટેઇન ક...
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગના તલસ્પર્શી પ્રશ્નો રજૂ કરી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું

લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગના તલસ્પર્શી પ્રશ્નો રજૂ કરી કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું

Gujarat, National, News
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે સંસદમાં વલસાડ તાલુકાના ધરાસણા અને છરવાડા ગામે મીઠા ઉદ્યોગને સ્પર્શતા પ્રશ્નો રજૂ કર્યા છે. યુપીએ સરકાર દ્વારા વર્ષ 2013 માં જમીનના લીઝ ના ભાવ વધારા અંગે રજૂઆત કરી ભાવ ઘટાડવા સાંસદે કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરી છે. સાંસદ ધવલ પટેલે સંસદમાં રજૂ કરેલા પ્રશ્નમાં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અને સરકારનું ધ્યાન ગુજરાતના વલસાડ તાલુકા ના ધરાસણા અને છરવાડા સહકારી મીઠા ઉદ્યોગ તરફ દોરતા જણાવ્યું હતું કે, સોલ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સોસાયટીઓ પર લાદવામાં આવેલા જમીનના ભાડા અને અસાઇનમેન્ટ ચાર્જિસમાં થયેલા અતિશય વધારા તરફ ધ્યાન દોરવું, મને ગમે છે. આ મીઠાના ઉત્પાદન એકમોને 1974 અને 1994માં 20 વર્ષ માટે લીઝ પર આપવામાં આવ્યા હતા, જેમાં વધુ 20 વર્ષનો સમયગાળો હતો, નવીનીકરણની જોગવાઈ હતી, મૂળ લીઝ મુજબ, અસાઇનમેન્ટ ફી ₹ 1/- હતી અને જમીનનું ભાડું ₹ 2/- પ્રતિ એકર હતું...
ઉમરગામ ભિલાડમાં ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા બાદ સાધુનો વેશ ધારણ કરી વારાણસીના આશ્રમમાં રહેતા વોન્ટેડ આરોપી શિવપુજન તિવારી ઉર્ફે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવને વલસાડ પોલીસે 21 વર્ષ બાદ દબોચ્યો

ઉમરગામ ભિલાડમાં ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા બાદ સાધુનો વેશ ધારણ કરી વારાણસીના આશ્રમમાં રહેતા વોન્ટેડ આરોપી શિવપુજન તિવારી ઉર્ફે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવને વલસાડ પોલીસે 21 વર્ષ બાદ દબોચ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ અને ભિલાડમાં આજથી 21 વર્ષ પહેલાં UP ના શિવપુજન તિવારીએ ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા હતાં. જે બાદ આરોપી નાસી ગયો હતો. અને સાધુનો વેશ ધારણ કરી શિવપુજન તિવારીમાંથી શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ બદલી વારાણસીમાં એક આશ્રમમાં રહેતો હતો. જે અંગેની બાતમી મળતા વલસાડ પોલીસે 21 વર્ષ બાદ આ આરોપીની UP થી ધરપકડ કરી વલસાડ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ભિલાડ પોલીસે આપેલી વિગતો મુજબ ભીલાડ પોલીસ મથકના PI આર. પી. ડોડીયા તેમની ટીમ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતા. દરમિયાન બાતમી આધારે ઉમરગામ (ભીલાડ) પોલીસ મથકમાં નોંધાયેલ 2004ના IPC કલમ 395, 342, 506(2), આર્મ્સ એક્ટ 25(1), GP એકટ 135 મુજબના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી આનંદ શિવપુજન તિવારી રહેવાસી ચોસઠી મઠ (ચોસઠી ઘાટ), પાડે ઘાટની બાજુમાં, કાશી, બનારસ, ઉત્તરપ્રદેશ નાશી ગયો હતો. તે,...