
FIRE AND EMERGENCY SERVICES NOTIFIED AREA GIDC વાપી દ્વારા NATIONAL FIRE SERVICE DAY નિમિત્તે ફાયર બ્રિગેડના નામી-અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
14th April ના દર વર્ષે ભારતભરમાં દરેક ફાયર સ્ટેશન ખાતે NATIONAL FIRE SERVICE DAY નિમિત્તે ફાયર બ્રિગેડના નામી-અનામી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આ પ્રસંગે FIRE AND EMERGENCY SERVICES NOTIFIED AREA GIDC વાપી દ્વારા પણ NATIONAL FIRE SERVICE DAY નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફાયરની દરેક સાધન સામગ્રીની પૂજા કરી 1944માં શહીદ થયેલ 66 ફાયર જવાનોને 2 મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જે બાદ ફાયરના વાહનો સાથેની એક રેલી યોજી હતી. તેમજ ફાયર અંગેની જનજાગૃતિ ફેલાવવા હોસ્પિટલ સ્ટાફ અને શહેરીજનોને વિશેષ ફાયર ડેમોન્સ્ટ્રેશન આપવા મૉક ડ્રિલ નું પણ આયોજન કર્યું હતું.
ફાયર સર્વિસ ડે અથવા (National Fire Service Day) દર વર્ષે 14 એપ્રિલે ઉજવવામાં આવે છે. 14 એપ્રિલ, 1944 મુંબઈ બંદરમાં, કપાસની ગાંસડીઓ, વિસ્ફોટકો અને યુદ્ધના સાધનો લઈ જતા ફો...