Saturday, June 21News That You Want to Read

National

ઉમરગામ ભિલાડમાં ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા બાદ સાધુનો વેશ ધારણ કરી વારાણસીના આશ્રમમાં રહેતા વોન્ટેડ આરોપી શિવપુજન તિવારી ઉર્ફે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવને વલસાડ પોલીસે 21 વર્ષ બાદ દબોચ્યો

ઉમરગામ ભિલાડમાં ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા બાદ સાધુનો વેશ ધારણ કરી વારાણસીના આશ્રમમાં રહેતા વોન્ટેડ આરોપી શિવપુજન તિવારી ઉર્ફે શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવને વલસાડ પોલીસે 21 વર્ષ બાદ દબોચ્યો

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ અને ભિલાડમાં આજથી 21 વર્ષ પહેલાં UP ના શિવપુજન તિવારીએ ઘાડ, લુંટ, આર્મ્સ એકટના ગુન્હા આચર્યા હતાં. જે બાદ આરોપી નાસી ગયો હતો. અને સાધુનો વેશ ધારણ કરી શિવપુજન તિવારીમાંથી શ્રી શ્રી 108 સ્વામી અનંતદેવ નામ બદલી વારાણસીમાં એક આશ્રમમાં રહેતો હતો. જે અંગેની બાતમી મળતા વલસાડ પોલીસે 21 વર્ષ બાદ આ આરોપીની UP થી ધરપકડ કરી વલસાડ લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ભિલાડ પોલીસે આપેલી વિગતો મુજબ ભીલાડ પોલીસ મથકના PI આર. પી. ડોડીયા તેમની ટીમ સાથે નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની કામગીરીમાં રોકાયેલ હતા. દરમિયાન બાતમી આધારે ઉમરગામ (ભીલાડ) પોલીસ મથકમાં નોંધાયેલ 2004ના IPC કલમ 395, 342, 506(2), આર્મ્સ એક્ટ 25(1), GP એકટ 135 મુજબના ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી આનંદ શિવપુજન તિવારી રહેવાસી ચોસઠી મઠ (ચોસઠી ઘાટ), પાડે ઘાટની બાજુમાં, કાશી, બનારસ, ઉત્તરપ્રદેશ નાશી ગયો હતો. તે,...
વલસાડના પારનેરા અને ધરમપુરનું શેરીમાળ સબ સેન્ટર આરોગ્ય ક્ષેત્રે નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયું 

વલસાડના પારનેરા અને ધરમપુરનું શેરીમાળ સબ સેન્ટર આરોગ્ય ક્ષેત્રે નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયું 

Gujarat, National
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વલસાડ તાલુકાના હરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના પારનેરા પેટા આરોગ્ય કેન્દ્ર (આયુષ્યમાન આરોગ્ય મંદિર) અને ધરમપુરના સિદુમ્બર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના શેરીમાળ સબ સેન્ટરને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ (એનક્યુએએસ) એટલે કે, રાષ્ટ્રીય ગુણવત્તાની ખાતરી ધોરણોનું રાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. જે બદલ રાષ્ટ્રીય સ્તરે વલસાડ જિલ્લાને ગૌરવ પ્રદાન થયું છે.  ગત ફેબ્રુઆરી માસ દરમિયાન રાષ્ટ્રીય સ્તરની ટીમ આરોગ્ય ક્ષેત્રે વિવિધ માપદંડોના મૂલ્યાંકન માટે વલસાડ આવી હતી. જેમાં વલસાડ તાલુકાના પારનેરા ગામના આયુષ્યમાન આરોગ્ય મંદિરમાં વિવિધ સર્વિસ પેકેજ જેવા કે, સગર્ભા માતાની પ્રસુતિ, પ્રસુતિ પછીની સારસંભાળ, નવજાત શિશુ અને 1 વર્ષથી નાના બાળકના આરોગ્યની સંભાળ, રસીકરણ સહિત બાળ સંભાળ અને કિશોર કિશોરીઓને લગતી પુરતી આરોગ્ય સેવા,...
અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ આયોજિત PSP CEP – CUP-2025 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Royal Rangers અને Thunder XI વચ્ચે રમાયેલ ફાઇનલમાં Royal Rangers બની વિજેતા ટીમ

અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ આયોજિત PSP CEP – CUP-2025 ક્રિકેટ ટુર્નામેન્ટમાં Royal Rangers અને Thunder XI વચ્ચે રમાયેલ ફાઇનલમાં Royal Rangers બની વિજેતા ટીમ

Gujarat, National
વાપી GIDC માં કાર્યરત અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીએ PSP પ્રોડક્ટની CEP સફળતા પૂર્વક મેળવ્યા બાદ ખુશીનો માહોલ છવાયો છે. આ સફળતાની ઉજવણીના ભાગરૂપે અવિક ફાર્માસ્યૂટીકલ લિમિટેડ કંપનીના મેનેજમેંટ દ્વારા PSP CEP -CUP ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવાનું નક્કી કર્યું હતું. જે અંતર્ગત 16મી માર્ચ 2025ના છરવાડા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે PSP–CUP -2025 ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. 4 ટીમો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કંપનીના જુદાં-જુદાં વિભાગમાંથી પ્લાન્ટ હેડ Dr. Abhaykumar Chheda ના માર્ગદશન હેઠળ ચાર Playing XI ની ટીમ બનાવવામાં આવી હતી. જેમાં જે Team-1 – THUNDER-XI (કેપ્ટન – Akshay Buchande), Team - 2 – Royal Rangers - XI (કેપ્ટન – Vimal Patel),  Team – 3  Unity Warriors- (કેપ્ટન – Aman Verma), Team-4 Shiv Shakti XI (કેપ્ટન – Pragnesh Tandel) આ ચારો ટીમના યુવા ખેલાડીઓ તેમજ ar...

વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને માર્ગ સલામતી સમિતિની બેઠક મળી

Gujarat, National
વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક ઈન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી.  વલસાડ જિલ્લામાં હાઈવે અને સ્ટેટ હાઈવે પર થતા અકસ્માતોને રોકવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલા દ્વારા જૂના બ્લેક સ્પોટ અને નવા ઉમેરાયેલા બ્લેક સ્પોટ અંગે પીપીટી દ્વારા પ્રેઝન્ટેશન કરી આ બ્લક સ્પોટ ઉપર થતા અકસ્માતો અટકાવવા માટે શું કરી શકાય તે અંગે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા, સ્ટેટ અને જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગને જ્યાં જ્યાં બ્લેક સ્પોટ છે ત્યારે વાહન ચાલકો અને રાહદારીઓની સુરક્ષા માટે સર્વિસ રોડ, રેલીંગ, સોલાર બ્લિનકર્સ, સાઈન બોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, રબર સ્ટ્રીપ બમ્પ બનાવવા સહિતના અનેક સૂચનો કર્યા હતા.  આ સિવાય શહેર અને જિલ્લામાં આવેલા વિવિધ ધોરીમાર્ગો, ડુંગરાળ વિસ્તારોમાં માર્ગ સલામતી પુલોની સલામતી જાળવવા જરૂરી ચકાસણી અને સુધ...
વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી

વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક મળી

Gujarat, National
વલસાડ જિલ્લા ઈન્ચાર્જ કલેકટર અતિરાગ ચપલોતના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની માસિક બેઠક મળી હતી. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ તેમજ વલસાડ અને ઉમરગામના ધારાસભ્યોએ પ્રજાલક્ષી પ્રશ્નો અને વિકાસ કાર્યોની રજૂઆત કરી હતી. ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર અને વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલે પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી હતી. ભાગ – 2 ની બેઠકમાં રોડ પહોળા કરવા દરમિયાન નડતરરૂપ વીજલાઈન અને ડીપી ખસેડવાની કામગીરી માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન, સંકલન સમિતિના પત્રક મહિનાની 10 તારીખ સુધીમાં મોકલી આપવા ઈન્ચાર્જ જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. સંકલન સમિતિની બેઠકમાં પ્રાયોજના વહીવટદાર કાર્તિક જીવાણી, જિલ્લા પોલીસ અધિક્ષક ડો. કરનરાજ વાઘેલા, વલસાડ પ્રાંત અધિકારી પ્રસન્નજીત કૌર, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સરંક્ષક અભયકુમાર સિંહ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક અશોક કલસરી...
મહારાષ્ટ્રના ઘોડબંદરથી ડમ્પરની ચોરી કરી મોટી ઢોલડુંગરી ખાતે ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી પરત લેવા આવેલ 3 આરોપીની ધરમપુર પોલીસે કરી ધરપકડ

મહારાષ્ટ્રના ઘોડબંદરથી ડમ્પરની ચોરી કરી મોટી ઢોલડુંગરી ખાતે ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી પરત લેવા આવેલ 3 આરોપીની ધરમપુર પોલીસે કરી ધરપકડ

Gujarat, National
મહારાષ્ટ્ર ના થાણે જિલ્લાના ઘોડબંદર વિસ્તારમાંથી 3 આરોપીઓએ 35 લાખની કિંમતના ટાટા ડમ્પર ટ્રકની ચોરી કરી હતી. જે બાદ આ ટ્રકને ધરમપુર તાલુકાના મોટી ઢોલડુંગરી એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઇ ધાબાના કંમ્પાઉન્ડમાં મૂકી જતા રહ્યા હતાં. આ ડમ્પર ને ફરી લેવા આવતા વોચ ગોઠવી ધરમપુર પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે મળતી વિગતો મુજબ ધરમપુર પોલીસ સ્ટેશનના PI એન. ઝેડ. ભોયાને વલસાડ LCB શાખાએ જણાવેલ કે, મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ઘોડબંદરથી એક ટાટા ડમ્પર ટ્રક નંબર MH48-CQ-7229 ની ચોરી થઇ છે અને તેમાં GPS ચાલુ છે. જે આધારે તેનું લોકેશન ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે. જેથી PI એન. ઝેડ. ભોયા તથા ધરમપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે તપાસ કરતા સદર ટ્રક ધરમપુર મોટી ઢોલડુંગરી એચ.પી.પેટ્રોલ પંપની બાજુમાં આવેલ સાંઇ ધાબાના કંમ્પાઉન્ડમાં પાર્ક કરેલ મળી આવ્યું હતું. જો કે, ડમ્પર આસપાસ ...
SMST CUP 2025ની ફાઈનલ મેચમાં ક્રિકેટ ક્લબ રેંટલાવનો જય જલારામ સલવાવ સામે રોમાંચક વિજય

SMST CUP 2025ની ફાઈનલ મેચમાં ક્રિકેટ ક્લબ રેંટલાવનો જય જલારામ સલવાવ સામે રોમાંચક વિજય

Gujarat, National
શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ તાલુકા પારડી અને વાપી દ્વારા SMST CUP 2025 નું આયોજન ઉમરસાડી માંગેલવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પારડી અને વાપી તાલુકાની 42 ટીમો એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 01/03/2025 ના રોજ 6 ટીમ વચ્ચે સુપર સિક્સ સાંઈ મેઘપન ક્રિકેટ સ્પોટઁસ લાઈફ પરીયા ખાતે રમાઈ હતી. આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમા મુખ્ય મહેમાન BAPS સ્વામિનારાયણ સેલવાસ સંસ્થા ચિન્મય સ્વામી ના કર કમલો દ્રારા કરવામાં આવ્યુ ત્યાર બાદ SMST CUP 2025 ની ફાઈનલ મેચ ક્રિકેટ ક્લબ રેંટલાવ  અને જય જલારામ સલવાવ A વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા રેટલાવ ક્રિકેટ ક્લબ પ્રથમ બેટીંગ કરી 37 રન બનાવ્યા હતા. એના જવાબમાં જય જલારામ સલવાવ એ 30 રન બનાવી શકી હતી. રેટલાવ ક્રિકેટ ક્લબ નો 7 રન થી રોમાંચક વિજય થયો હતો. પારિતોષિક ઈનામ વિતરણ કાયઁકમ માં બીજેપી વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ, બીજેપી વાપી તાલુકા પ્રમુખ સમ...
વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન 

વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન 

Gujarat, National
વાપીમાં રેડીયોલોજિસ્ટ તરીકેની સફળ કારકિર્દી ધરાવતા અને અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને તબીબી માર્ગદર્શન આપતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના પર્વે વિમોચન કરવામાં આવ્યું હતું. વાપીમાં સેલવાસ રોડ પર આવેલ સહારા માર્કેટમાં Laddha & co. Chartered accountants ખાતે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહે તેમના દ્વારા લિખિત "Your Passport to HMT" 'A Groundbreaking Medical Guide' '3 Pillars of Great Life' શીર્ષક હેઠળના પસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક લખવા પાછળના ઉદેશ્ય અંગે ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, તેઓ વાપીમાં રેડિયો લોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને જે પુસ્તક લખ્યું છે તેનું નામ "Your Passport to HMT" '3 Pillars of Great Life' છે. આ પુસ્તક દરેક વ્યક્તિન...
રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

રેલ્વે-સ્ટેશન, બસ-સ્ટેશન જેવા વિસ્તારમા પડાવ નાખી, રાત્રી દરમ્યાન ઘર, દુકાનોમાં ચોરી કરતા 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી

Gujarat, National
વલસાડ સીટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બ્લુમુન મોબાઈલ ગેલેરી નામની શોપ, તાજ મોબાઈલ, સ્ટેશન રોડ પર આવેલી દુકાનમાં તેમજ આણંદ રેલ્વે સ્ટેશન પાસે આવેલ યા દાદા કોમ્પલેક્ષની મોબાઇલ શોપમાં ચોરી કરવાનો પ્રયાસ કરનાર 2 રીઢા ચોરને વલસાડ સીટી પોલીસ રાજસ્થાનથી પકડી લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સીટી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહીતા 2023ની કલમ 331(4), 305(એ), 62, 54 મુજબના ગુનાના કામે સર્વેલન્સના PSI ડી. એસ. પટેલ, એ. બી. ગોહીલ તથા સર્વેલન્સની ટીમેં અલગ-અલગ સીસીટીવી કેમેરા નો અભ્યાસ કરી, આ ગુનાના આરોપીઓ (1) છોટુ સિંહ ભટ સિંહ (2) રિડમલ સિંહ રમેશ સિંહને રાજસ્થાનના શિવાના, બાડમેર વિસ્તારમાથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી છોટુસિંહ ભટસિંહ ઉ.વ.22 ધંધો-ડ્રાઇવીંગ રહે.ગોગાજી કા ધોરા, ભાટા ગામ, જિ.બાડમેર રાજસ્થાન તથા (2) રિડમલ સિંહ રમેશ સિંહ ઉ.વ.19 ધંધો-મજુરી રહે. ગ...