
MSME ઈકો સિસ્ટમ ગુણવત્તા યાત્રા વાપી આવી હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન અપાયુ
ગુજરાતની MSME ઇકો સિસ્ટમને મજબૂત કરવાની દિશામાં નિર્ણાયક પગલું તરીકે ગણાતી ગુણવતા યાત્રા વાપી ખાતે આવી પહોંચી હતી, જેમાં ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ, સરકારી અધિકારીઓ અને ગુણવત્તા નિષ્ણાતોને એક સાથે લાવી સર્વસમાવેશક અને ટકાઉ ઔદ્યોગિક વિકાસ માટેનો માર્ગ તૈયાર કરવામાં આવ્યો હતો.
આ વર્કશોપમાં Back-to-back technical સેશનની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ક્વોલિટી કાઉન્સિલ ઑફ ઇન્ડિયા (QCI) NBQPના સંયુક્ત નિર્દેશક મોહિત સિંહ દ્વારા હેલ્થકેર, શિક્ષણ અને ઉદ્યોગ જેવા ક્ષેત્રોમાં સ્થાપિત ગુણવત્તાયુક્ત વ્યવસ્થાઓ અને પ્રક્રિયાઓની સ્થાપના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
QCIના સલાહકાર જગત પટેલ દ્વારા ઇન-હાઉસ પ્રયોગશાળાઓમાં ગુણવત્તા અને કાર્યકારી ઉત્કૃષ્ટતા ચલાવવા માટે QCI દ્વારા ઓફર કરવામાં આવતી NABL Accreditations અંગે માર્ગદર્શન આપ્યું હતું. ક્યૂસીઆઈના ટેકનિકલ નિષ્ણાત હિરેન વ્યાસ દ્વ...