વાપી ટાઉન પોલીસ સ્ટેશને “મિશન મિલાપ”/MISSION MILAAP અંતર્ગત પ્રશંસનીય કામગીરી કરીને બે સગીર વયના બાળકોને શોધી કાઢીને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવ્યું છે.
આ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, વાપી વિભાગ, વાપીના માર્ગદર્શન મુજબ પાર પાડવામાં આવ્યું હતું.
- ગુમ થયેલા બાળકોની ઉંમર અનુક્રમે 12 વર્ષ અને 9 વર્ષ છે.
- આ બાળકોના પરિવારો વાપીના ભડકમોરા, નાનીસુલપડ વિસ્તારના રહેવાસી છે અને મૂળ બિહારના બાંકા તથા વૈશાલી જિલ્લાના વતની છે.
- ગઈકાલ તારીખ 09/11/2025ના રોજ બે પરિવારોના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં જાણ કરી કે તેમના પુત્રો તારીખ 06/11/2025ના રોજ લગભગ 08:30 વાગ્યે તેમની બિલ્ડિંગ નીચેથી રમતા રમતા ઘરે કંઈ કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે.
પોલીસ ઇન્સ્પેક્ટર મયુર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ વાપી ટાઉન પોલીસ સ્ટેશનના PSI વી.એ.સોલંકીએ સર્વેલન્સ સ્ટાફ સાથે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી. ટેકનિકલ એનાલીસીસ, સોશ્યલ મિડીયા મોનીટરીંગ, અને હ્યુમન ઇન્ટેલિજન્સના ઉપયોગ સાથે તપાસ હાથ ધરી હતી.
બાળકોના ઘરથી રેલ્વે સ્ટેશન સુધી બાળકના ફોટા બતાવી અને સી.સી.ટી.વી કેમેરાઓ ચેક કરવામાં આવ્યા. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાળકો રેલ્વે સ્ટેશન તરફ ગયા હોવાનું જણાયું, તેથી ટ્રેનોમાં અને અલગ અલગ રેલ્વે સ્ટેશનોમાં તપાસ હાથ ધરવામાં આવી.
આખરે, ભોગ બનનાર બંને બાળકોને ઉમરગામ રેલ્વે સ્ટેશન ખાતેથી શોધી કાઢવામાં આવ્યા અને તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવામાં આવ્યું.
આ ઓપરેશન પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ, સુરત વિભાગ, તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની રાહબરી હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે, વાપી વિભાગ, વાપીના માર્ગદર્શન મુજબ પાર પાડવામાં આવ્યું હતું જેને PI મયુર પટેલ, PSI વી. એ. સોલંકીની સાથે સર્વેલન્સ સ્ટાફના અ.હે.કોન્સ પ્રતિપાલસિંહ, અ.હે.કોન્સ સુનીલભાઇ, અ.હે.કો ગીરીશભાઇ, અ.હે.કો. ઋતુરાજસિંહ તેમજ પો.કોન્સ અલ્પેશકુમાર, યુવરાજસિંહ, ક્રિપાલસિંહએ ટીમવર્કથી પાર પાડ્યું હતું.
![]()

