
માત્ર 20 રૂપિયાના પાસના 2500 લેખે 7500ની લાંચ લેનાર ભીલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટના બીટ ગાર્ડને ACB એ લાંચના છટકામાં ઝડપી પાડ્યો
વલસાડ જિલ્લાના સંજાણ રેન્જમાં આવતા ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ પર બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ ACB ની ટીમે 6300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે ACB એ આપેલી વિગતો મુજબ ACB સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપરવીઝનમાં વલસાડ ACB PI એસ. એન. ગોહિલ અને તેમના સ્ટાફ દ્વારા વલસાડ જિલ્લાના સંજાણ રેન્જમાં આવતા ભિલાડ વન પેદાશ ચેકીંગ ચેકપોસ્ટ પર ટ્રેપ ગોઠવવામાં આવી હતી. જેમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા નરેશ દાદુભાઈ ભોયાને વલસાડ ACB ની ટીમે 6300 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો.
લાંચ ના છટકામાં ઝડપાયેલા બીટગાર્ડ નરેશ દાદુભાઇ ભોયા સંજાણ રેન્જમાં આવતી ભીલાડ વન પેદાશ ચેકીંગ ચેક પોસ્ટ ખાતે ફરજ બજાવે છે. જ્યાં ACB ને ફરિયાદ કરનાર પોતાના કબ્જાની ટ્રકમાં મહારાષ્ટ્રથી ખેરના લાકડા ભરી નવસારી જિલ્લાના અમલસાડ ખાતે આવેલ લાકડાન...