
લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલની દેશના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ સાથે શુભેચ્છા મુલાકાત, સાંસદ દ્વારા લિખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી સાંસદ દ્વારા વલસાડ-ડાંગના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રસંશા કરી
લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમ્યાન રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ સાંસદ દ્વારા લિખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સાંસદ દ્વારા તેમના લોકસભા ક્ષેત્ર એવા વલસાડ-ડાંગના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રસંશા કરી હતી.
દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના પ્રથમ આદિવાસી મહિલા મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુ સાથે રાષ્ટ્રપતિ ભવન દિલ્હી ખાતે લોકસભા ના દંડક,વલસાડ-ડાંગ ના સાંસદ ધવલ પટેલે શુભેચ્છા મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન યુવા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા લેખિત બંને પુસ્તકો અંગે રાષ્ટ્રપતિએ શુભકામનાઓ પાઠવી હતી. તેમજ સાંસદ દ્વારા આદિવાસી વિસ્તારના લોકો માટે અને અન્ય તમામ સમાજના લોકો માટે કરવામાં આવી રહેલ કામગીરીની પ્રશંશા...