
વાપીમાં VTA દ્વારા આયોજિત ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ-8 નું સમાપન, ફાઇનલમાં J K Safe બની Winner ટીમ
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન (VTA) દ્વારા વાપીના VIA ગ્રાઉન્ડ ખાતે ત્રિદિવસીય ટ્રાન્સપોર્ટ પ્રિમયર લીગ- 8- 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારે ફાઇનલ મેચ હતી. ટુર્નામેન્ટની ક્લોઝિંગ સેરેમનીમાં વિનર ટીમ અને રનર્સ અપ ટીમને આકર્ષક ટ્રોફી, પ્રાઈઝ આપવામાં આવ્યાં હતાં.
વલસાડ જિલ્લામાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલ ટ્રાન્સપોર્ટર, કર્મચારીઓ વચ્ચે એકતાની ભાવના કેળવાય, વેપારમાં વૃદ્ધિ થાય તેવા ઉદેશથી ટ્રાન્સપોર્ટ પ્રીમિયર લીગ 8 - 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ત્રિદિવસીય ક્રિકેટ મેચમાં 10 ટીમોએ ભાગ લીધો હતો. રવિવારે કચ્છ શક્તિ અને જે. કે. સેફ લોજિસટીક્સ ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં જે. કે. સેફ લોજિસ્ટિક વિજેતા ટીમ બની હતી.
વાપી ટ્રાન્સપોર્ટ એસોસિએશન ના પ્રમુખ ભરત ઠક્કરે ઉપસ્થિત તમામ મહાનુભાવો, સ્પોન્સર્સ, ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું ...