Wednesday, February 18News That You Want to Read

વાપી GIDC નજીક કોચરવા ગામે વડિયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવની ઉજવણી કરવામાં આવી

વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારને અડીને આવેલા કોચરવા ગામના વડીયાવાડમાં આવેલ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે 24મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેમાં હોમ, સમૂહ આરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરે યોજાયેલ આ 24માં સાર્વજનિક શિવપાર્વતી પાટોત્સવ નિમિતે હરિઓમ મંડળના સભ્ય કલ્પેશ ભાનુશાળીએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટી ધીરુભાઈ પટેલ અને સમસ્ત કોચરવા વડિયાવાડના ગ્રામજનોએ મળીને આ ઉત્સવ ઉજવ્યો છે. અહીં 24 વર્ષ પહેલાં ભોળાનાથ નું મંદિર બનાવવામાં આવ્યું હતું. જે શ્રી ફલેશ્વર મહાદેવ મંદિર તરીકે વિખ્યાતી પામ્યું છે.

17મી મેં 2025ના રોજ આ શ્રી ફલેશ્વર મહાદેવ મંદિરનો 24મો પાટોત્સવ હતો. જે નિમિતે હોમ-હવન, મહાઆરતી અને મહાપ્રસાદ નું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીજીની કૃપા હંમેશા ગામના દરેક ગ્રામજન પર વરસતી રહે એવા આશીર્વાદ સાથે આ પાટોત્સવની ઉજવણી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભગવાન શિવપાર્વતી પાટોત્સવની ઉજવણી નિમિત્તે તેમજ મહાદેવના દર્શને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહયા હતાં જેઓએ મહા પ્રસાદનો પણ લાભ લીધો હતો.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *