
વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 9 દિવસમાં ચાર્જશીટ અને 6 માસમાં આજીવન કારાવાસની સજા
વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી. આ આરોપીને 6 માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા નામદાર કોર્ટે ફટકારી છે. ખૂબ જ ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને પીડિતા દીકરી અને તેના પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે.
તા. 27મી ઓગષ્ટ 2024ના રોજ ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ગંભીર બનાવમાં વલસાડ જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને દાખલા રૂપ સજા કરાવી છે. આ ઘટનામાં પોલીસે તાત્કાલ...