
વલસાડ પોલીસે હાથ ધરેલ સરપ્રાઇઝ વાહન ચેકિંગમાં 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં તો, ડ્રંક એન્ડ ડ્રાઇવ ના કુલ 24 કેસ કરવામાં આવ્યાં
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા. 17/03/2025 ના રાત્રીના 10 વાગ્યાથી તા. 18/03/2025 ના કલાક 00/30 સુધી સરપ્રાઇઝ વાહન ચેકીંગનુ આયોજન કરવામાં આવેલ હતુ. આ વાહન ચેકીંગ દરમ્યાન M.V.Act. 207 મુજબ 52 વાહનો ડીટેઇન કરવામાં આવ્યાં હતાં, M.V.Act. 185 મુજબના (ડ્રંક એન્ડ ડ્રાઇવ) ના કુલ 24 કેસો કરવામાં આવેલ હતા.
સદર વાહન ચેકીંગમાં વલસાડ ડિવિઝનના DySP તથા વાપી ડિવિઝનના DySP પોતે પણ ફીલ્ડમાં હાજર રહ્યા હતાં. તેમની અધ્યક્ષતામા ડીવીઝન વાઇઝ દરેક પોલીસ સ્ટેશનના થાણા અધિકારી તેમજ તાબાના પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, જી.આર.ડી. કર્મચારીઓ મારફતે ચુસ્ત અને સઘન વાહન ચેકીંગ કરવામાં આવ્યાં હતાં. આ વાહન ચેકીંગ દરમ્યાન પો.સ્ટે.ના જુદા જુદા પોઇન્ટો ઉપર થાણા અધિકારીઓ તથા તાબાના પોલીસ કર્મચારીઓ મારફતે અસરકારક વાહન ચેકીંગ કર્યું હતું.
જેમાં M.V.Act. 207 મુજબના 52 વાહનો ડીટેઇન ક...