Saturday, June 21News That You Want to Read

National

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 9 દિવસમાં ચાર્જશીટ અને 6 માસમાં આજીવન કારાવાસની સજા

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર આરોપીને 9 દિવસમાં ચાર્જશીટ અને 6 માસમાં આજીવન કારાવાસની સજા

Gujarat, National
વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની ચાર્જશીટ નામદાર સ્પેશિયલ પોકસો કોર્ટમાં રજૂ કરી હતી. આ આરોપીને 6 માસમાં અંતિમ શ્વાસ સુધીની કેદની સજા નામદાર કોર્ટે ફટકારી છે. ખૂબ જ ઝડપી અને દાખલારૂપ કામગીરી કરીને પીડિતા દીકરી અને તેના પરિવારને ન્યાય અપાવનાર વલસાડ પોલીસની સમગ્ર ટીમને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અભિનંદન પાઠવ્યા છે. તા. 27મી ઓગષ્ટ 2024ના રોજ ત્રણ વર્ષ અને ત્રણ માસની બાળકી સાથે થયેલા દુષ્કર્મના ગંભીર બનાવમાં વલસાડ જિલ્લા પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને દાખલા રૂપ સજા કરાવી છે. આ ઘટનામાં પોલીસે તાત્કાલ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી, PM એ સાંસદ ધવલ પટેલની દીકરી શ્રીજાને વ્હાલ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી, PM એ સાંસદ ધવલ પટેલની દીકરી શ્રીજાને વ્હાલ કર્યું

Gujarat, National
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને એમના પત્ની શ્રીમતી સુપ્રિયા પટેલ, પુત્ર યુગમ પટેલ, પુત્રી શ્રીજા પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી, વડાપ્રધાન સાથે મુલાકાત દરમ્યાન સાંસદની દીકરી શ્રીજાને વડાપ્રધાનએ ખૂબજ વહાલ કરી આશીર્વાદ આપી ઉજવળ ભવિષ્ય અંગે માર્ગદર્શન આપ્યું હતું,  સાંસદ ધવલભાઈ પટેલે સાંસદ તરીકે એમના એક વર્ષના સમયગાળા માં કરવામાં આવેલ સમગ્ર કામગીરી નો રિપોર્ટ કાર્ડ રજૂ કરતા વડાપ્રધાને એમની કામગીરીની ખુબજ પ્રશંશા કરી પ્રોત્સાહિત કર્યા હતા. તેમજ આવનારા દિવસોમાં એમના મત વિસ્તારના વિવિધ વિકાસકાર્યો અંગે ઝીણવટભરી ચર્ચા-વિચારણા કરી હતી. તો, PM સાથેની મુલાકાત બાદ સાંસદે પરિવાર સાથે દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાથે પણ મુલાકાત કરી હતી. આ પ્રસંગે એમની આગેવાનીમાં વલસાડ સહકારી ક્ષેત્રના આગેવાન અરવિંદભાઈ પટેલ, ધરમપુ...
વલસાડ પોલીસે કપરાડાના રોહીયાળ જંગલ ગામેથી મૃત હાલતમાં મળી આવેલ મહીલાના રેપ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો, ભત્રીજો જ નીકળ્યો આરોપી

વલસાડ પોલીસે કપરાડાના રોહીયાળ જંગલ ગામેથી મૃત હાલતમાં મળી આવેલ મહીલાના રેપ વીથ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલ્યો, ભત્રીજો જ નીકળ્યો આરોપી

Gujarat, National
તારીખ 21મી માર્ચ 2025ના રોહીયાળ જંગલ ગામ, મુળગામ ફળીયામાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પાછળના ભાગે કોતરવાળી જગ્યામાં તાઇબેન કનુભાઇ નવસુભાઇ દોવાડ મૃતદેહ મળી આવ્યો હતો. 44 વર્ષીય મૃતક મહિલાના માથાના ભાગે તથા શરીરે જીવાત પડી ગયેલ તેમજ મૃતદેહ સડી ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસે સઘન તપાસ કરી મૃતક મહિલા સાથે બળાત્કાર ગુજારી મોતને ઘાટ ઉતારી દેનાર ભગવાન ઉર્ફે ભગુ નામના આરોપીને ઝડપી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. ઘટના અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મહિલાના મૃતદેહ અંગે શકારામ કનુભાઇ દોવાડે કપરાડા પો.સ્ટે.ને જાણકારી આપી હતી. જે બાદ પોલીસે મૃતકના મૃતદેહનું પી.એમ. કરાવતા ગળુ દબાવી તથા માથાના ભાગે પત્થર મારવાથી ગંભીર ઇજાઓ થવાથી મોત થયેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રીએ જણાય આવ્યું હતુ. બનાવની ગંભીરતાને ધ્યાને પોલીસે હાથ ધરેલ તપાસમાં શકમંદ ઇસમ ભગવાન ઉર્ફે ભગુ કમળેભાઇ દોધાડની યુકિત પ્રયુ...
વલસાડ પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ નાગરીકોએ ગુમાવેલ મોબાઇલ ફોન, વાહનો, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ- 35.88 લાખનો મુદામાલ પરત કર્યો

વલસાડ પોલીસે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ નાગરીકોએ ગુમાવેલ મોબાઇલ ફોન, વાહનો, રોકડ રકમ, સોના-ચાંદીના દાગીના મળી કુલ- 35.88 લાખનો મુદામાલ પરત કર્યો

Gujarat, National
વલસાડ જીલ્લાના કુલ-7 પોલીસ સ્ટેશન દ્રારા નજીકના સમયમાં નોંધાયેલ મિલ્કત સબંધી ગુનાઓમાં રીકવર કરેલ મુદામાલ તથા CEIR પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢવામાં આવેલ મોબાઇલ ફોન "તેરા તુજકો અર્પણ" ના બેનર હેઠળ તેના મૂળ માલિકને પરત કર્યા હતાં. પોલીસે આપેલી વિગતો મુજબ કુલ કિ.રૂ. 35,88,126/- નો મુદામાલ વલસાડ જીલ્લા પોલીસ દ્રારા પરત કરવામાં આવ્યો હતો.  ગુજરાત રાજયના ગ્રુહ મંત્રી હર્ષ સંઘવીની પહેલ અન્વયે વિકાસ સહાય, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુ.રા.ગાંધીનગર દ્રારા નાગરીકોએ મિલ્કત સબંધી ગુનાઓમા ગુમાવેલ કિમતી મુદામાલ તેમજ ખોવાયેલ કે ચોરાયેલ મોબાઇલ ફોન પરત મળે તે દિશામાં અસરકારક પ્રયત્નો કરવા સુચન કરેલ હતું. આ સુચનને ગંભીરતાથી લઇ સમયાંતરે આ કામગીરીનું મુલ્યાંકન કરી "તેરા તુજકો અર્પણ" ના બેનર હેઠળ નાગરીકોને તેઓને કિંમતી માલ સામાન પરત કરવાનું આયોજન હાથ ધરાયુ હતું. જે અનુસંધાને સુરત વિભાગ, સુ...
વાપી GIDC માં કુતરાઓના વધતા ત્રાસથી Night Shift પર જતાં-આવતા કામદારોમાં ગભરાટ, પાલિકાની જેમ કૂતરા પકડવાની અને ખસીકરણ ઝુંબેશની અતિ આવશ્યક્તા

વાપી GIDC માં કુતરાઓના વધતા ત્રાસથી Night Shift પર જતાં-આવતા કામદારોમાં ગભરાટ, પાલિકાની જેમ કૂતરા પકડવાની અને ખસીકરણ ઝુંબેશની અતિ આવશ્યક્તા

Gujarat, National
વાપી GIDC માં આવેલ ઉદ્યોગો દિવસરાત ધમધમતા ઉદ્યોગો છે. આ ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં કામ કરતા કામદારો શિફ્ટ મુજબ કામ કરે છે. જેમાં રાત્રી દરમ્યાન કંપનીમાં નોકરી પર જતાં કે છુટતા કામદારો માટે કુતરાઓનો ત્રાસ અસહ્ય બન્યો છે. GIDC ના કોઇપણ ફેઈઝમાં જાઓ દિવસ દરમ્યાન ગાયબ રહેતા કુતરાઓના ટોળેટોળા રાત્રે રાહદારીઓને ભસી રહ્યા છે. વાહનોની આગળ પાછળ દોડતા આ કુતરાઓ એકલ દોકલ સાયકલ સવાર કે બાઈક ચાલક કામદારને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. આ ડાઘીયા કૂતરાઓને કારણે કામદારોમાં ગભરાટ નો માહોલ છવાયો છે. કામદારો રાત્રે GIDC માં એકલા નીકળી શકતા નથી. કુતરાઓના ટોળેટોળા તેમને ઘેરી વળે છે. જેમાં કેટલીક વાર કામદારો કુતરાઓના બચકાનો ભોગ બને છે. GIDC વિસ્તારમાં કુતરાઓનો આ વધતો ત્રાસ વહેલી તકે દૂર થાય તે જરૂરી છે. જે રીતે નગરપાલિકા કે મહાનગરપાલિકા, ગ્રામ્ય વિસ્તારમાં કુતરાઓ પર અંકુશ મેળવવા તેને પકડી દુરદરાજ વિસ્તારમાં છોડવ...
Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને  “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન કર્યું, રક્તદાન કેમ્પમાં 114 યુનિટ રક્ત એકત્ર થયું

Aayush Hospital દ્વારા વલસાડ જિલ્લાનું નામ રોશન કરી વિવિધ ક્ષેત્રે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિ, સંસ્થાને  “Aayush Honours” એવોર્ડ્સ આપી સન્માન કર્યું, રક્તદાન કેમ્પમાં 114 યુનિટ રક્ત એકત્ર થયું

Gujarat, National, News
તારીખ 23 માર્ચ 2025ના આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ ઓનર્સ એવોર્ડ્સ સન્માન સત્કાર સમારોહ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 114 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. સાથે જ સંગીત, ઉદ્યોગ, પર્યાવરણ, રમતગમત, આરોગ્યક્ષેત્રે, મીડિયાક્ષેત્રે મહત્વનું યોગદાન આપનાર મહાનુભાવો, સંસ્થાને આયુષ હોસ્પિટલ પરિવાર દ્વારા Capt. Anil G. Deo અને Mrs. Mohini Deo ની યાદમાં "Aayush Honours" એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ આયોજનમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, વાપી મહાનગરપાલિકાના કમિશ્નર યોગેશ ચૌધરી, સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સલવાવના કપિલ સ્વામી, DySP બી. એન. દવે, ડિરેક્ટર અને સાઈટ મેનેજર, બાયર વાપી પ્રા. લી. ના શ્રીમતી ગીતા નારાયનન, પ્રેસિડેન્ટ, ઇસ્કોન -મીરાં રોડ અને વાપીના એચ. એચ. ભક્તિ પદ્માસ્વામી મહારાજ હાજર રહ્યા હતા. જેઓના હસ્તે "Aayush Honours"એવ...
Malabar Gold & Diamonds શૉ-રૂમ ખાતે યોજાયો Scholarship વિતરણ કાર્યક્રમ, Malabar ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 35 વિદ્યાર્થીનીઓને આપી કુલ 2.88 લાખની શિષ્યવૃત્તિ

Malabar Gold & Diamonds શૉ-રૂમ ખાતે યોજાયો Scholarship વિતરણ કાર્યક્રમ, Malabar ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ 35 વિદ્યાર્થીનીઓને આપી કુલ 2.88 લાખની શિષ્યવૃત્તિ

Gujarat, National
દેશ વિદેશમાં ગોલ્ડ અને ડાયમન્ડના અદ્યતન શૉ રૂમ ધરાવતા Malabar Gold & Diamonds નો શૉ-રૂમ વાપીમાં પણ આવેલ છે. આ શૉરૂમ ખાતે રવિવારે 23મી માર્ચે Scholarship વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, Malabar ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વલસાડ જિલ્લાના જાણીતા તબીબ અને પર્યાવરણ પ્રેમીના હસ્તે 35 વિદ્યાર્થીનીઓને કુલ 2.88 લાખની શિષ્યવૃત્તિ એનાયત કરાઈ હતી. આ Scholarship ધોરણ 10 અને ધોરણ 12માં સારા માર્ક્સ સાથે પાસ થયેલ ગરીબ પરિવારની વિદ્યાર્થીનીઓને આગળના અભ્યાસ માટે આપવામાં આવી હતી. વાપીમાં કોપરલી ચાર રસ્તા, ગાંધી સર્કલ સ્થિત Malabar ગોલ્ડ એન્ડ ડાયમંડસ શૉરૂમ ખાતે  રવિવારે 23મી માર્ચે Scholarship વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ અંગે આ શૉરૂમ ના મેનેજર સુનિલ લીંબાચિયાએ જણાવ્યું હતું કે, માલાબાર ચેરીટેબલ ટ્રસ્ટ વર્ષ 2007 થી સામાજિક સેવા કાર્ય કરે છે. જેમાં જે વિદ્યાર્થીની ધોરણ 10 કે ધોરણ 12 માં સારા માર્કસ...

વાપી મહાનગરપાલિકામાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ 8.15 કરોડના પેડેસ્ટ્રીયન સબ વેનું નાણામંત્રી અને સાંસદના હસ્તે કરાયું ઉદ્ઘાટન

Gujarat, National, News, Science & Technology
વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે પેડેસ્ટ્રીયન સબ વે બનાવવા સ્થાનિકોની રજુઆત તથા રેલવેલાઈન ઉપરથી રાહદારીઓ દ્વારા ક્રોસિંગ કરવાના કારણે વધતા જતા અકસ્માતોને રોકવા અમૃત યોજના 1.0 અર્બન ટ્રાન્સપોર્ટ કમ્પોનેટની ગ્રાન્ટ હેઠળ 8 કરોડ 15 લાખના ખર્ચે પેડેસ્ટ્રીયન સબ વેનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું રવિવાર 23મી માર્ચે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વલસાડ-ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ ધવલ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં ઇસ્ટ-વેસ્ટની કનેક્ટિવિટી માટે બનાવેલ પેડેસ્ટ્રીયન સબ વે 52.895 મીટર બોક્ષ તથા 20.000 મીટર એપ્રોચ મળી કુલ 72.895 મીટર લંબાઈનો છે. જેમાં RCC બોક્ષની પહોળાઈ 5.5 મીટર અને ઊંચાઈ 2.5 મીટર છે. જે કુલ ખર્ચ 8 કરોડ 15 લાખ 93 હજાર 551 રૂપિયા ખર્ચે બનાવવા આવ્યો છે. આ પેડેસ્ટ્રીયન સબ વેનું ઉદ્ઘાટન કર્યા બાદ ઉપસ્થિત પૂર્વ પા...
વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ 16 અરજદારોને કુલ 2,77,862 રૂપિયાનો મુદ્દામાલ પરત સોપી સુત્રને સાર્થક કર્યું

વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસે “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ 16 અરજદારોને કુલ 2,77,862 રૂપિયાનો મુદ્દામાલ પરત સોપી સુત્રને સાર્થક કર્યું

Gujarat, National
પોલીસનું લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે તેવા હેતુથી "તેરા તુજકો અર્પણ” અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત ગુમ થયેલ/ખોવાઈ ગયેલ/ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢી કાયદાકીય પ્રક્રિયા પુર્ણ કરી મુળ માલીકોને પરત કરવામાં આવી રહ્યા છે. જે આધારે ડુંગરી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર યુ. એચ. પટેલની રાઠબરી હેઠળ ડુંગરી પોલીસ સ્ટેશનમાં આવેલ મોબાઈલ ગુમ અરજીઓની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુમ થયેલ કુલે-16 મોબાઈલ ફોન શોધી કાઢી "તેરા તુજકો અર્પણ" હેઠળ કુલ 2,77,862 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન મુળ માલિકોને પરત સોપી ડુંગરી પોલીસે “તેરા તુજકો અર્પણ” સુત્રને સાર્થક કર્યું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા પ્રજાલક્ષી અભિગમના ભાગરૂપે લોકો સાથે તાદાત્મય વધારવાના હેતુસર તેમજ પોલીસ પ્રત્યે લોકોનો વિશ્વાસ વધે ...
વલસાડ સીટી પોલીસે “મેન્ટોર પ્રોજેકટ હેઠળ કુશીનગર, ઉત્તરપ્રદેશ રાજયથી અપહરણ થયેલ અપહ્યત બાળકિશોરીને મુકત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહીત બે ઇસમોને ઝડપી પાડયા

વલસાડ સીટી પોલીસે “મેન્ટોર પ્રોજેકટ હેઠળ કુશીનગર, ઉત્તરપ્રદેશ રાજયથી અપહરણ થયેલ અપહ્યત બાળકિશોરીને મુકત કરાવી અપહરણ કરનાર પ્રોપર્ટી ઓફેન્ડર સહીત બે ઇસમોને ઝડપી પાડયા

Gujarat, National
જે ઓફેન્ડરો નજર બહાર છે તેવા વ્યકતિઓ ખરેખર કયા છે? શુ પ્રવૃતી કરે છે? તે શોધી કાઢવા માટે વલસાડ પોલીસ સક્રિય બની તપાસ હાથ ધરેલ હતી. તે દરમ્યાન રાજા રમેશ રાજભર રહેવાસી વલસાડ મોગરાવાડી ઋષીકેશ એપાર્ટમેન્ટ જે મિલકત સબંધી ગુના આચરવાની ટેવ વાળો હોય અને લાંબા સમયથી નજર બહાર હોય, જેથી તેના સબંધે હયુમન સોર્સીસથી તથા ટેકનિકલ સોર્સીસ થી માહિતી મેળવવાનુ કામ ચાલુ હતુ આ દરમ્યાન પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભર વલસાડ સીટી પો-સ્ટે વિસ્તારમાં અન્ય એક વ્યકતિ સાથે જોવા મળેલ હોવાની ચોકકસ માહિતી આ પ્રોપર્ટી ઓફેન્ડર ઉપર મેન્ટોર તરીકે રાખેલ અ.પો.કો ચેતન રમેશભાઈને મળેલ હતી. આ પ્રોપર્ટી ઓફેન્ડર લાંબા સમયથી નજર બહાર હોવાના કારણે પોલીસ ઇન્સપેક્ટર ડી. ડી. પરમાર ના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સના PSI ડી.એસ.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા પ્રોપર્ટી ઓફેન્ડર રાજા રમેશ રાજભરને લોકેટ કરી ચેક કરતા...