
વાપીમાં 20 વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને જબલપુરથી ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 2006માં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી બડકુસિંહ ઉર્ફે વિજયસિંહ માનસિંહ દ્વારકાસિંહ ઠાકુર (ઉં. 39)ને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી 20 વર્ષથી ફરાર હતો અને હવે કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વર્ષ 2006માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા IPC કલમ 302, 201, 114 મુજબ, આરોપી બડકુસિંહ અને તેના સાથીઓ દીપકસિંહ ઉર્ફે દીપુ જગ્ગાસિંહ ઠાકુર તથા સંગ્રામસિંહ રામસેવક ઠાકુરે વાપીના છીરી વિસ્તારમાં સંજયસિંહ નામના વ્યક્તિની હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ સંજયસિંહ દ્વારા દીપકસિંહની પત્ની વૈશાલીબેન સાથે કરવામાં આવેલી છેડતી હતી. ત્રણેય આરોપીઓએ મળીને સંજયસિંહ પર હુમલો કર્યો હતો, જેમાં દીપકસિંહે છરીના ઘા મારી હત્યા કરી હ...