વાપીના જાણીતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું કરાયું વિમોચન, આ પુસ્તક વિદ્યાર્થીઓ, વાલીઓ માટે છે તબીબી માર્ગદર્શિકા સમાન
વાપીમાં રેડીયોલોજિસ્ટ તરીકેની સફળ કારકિર્દી ધરાવતા અને અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીઓને તબીબી માર્ગદર્શન આપતા રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહના Your Passport to HMT પુસ્તકનું 26મી ફેબ્રુઆરી મહાશિવરાત્રી ના પર્વે વિમોચન કરવામાં આવ્યું હતું.
વાપીમાં સેલવાસ રોડ પર આવેલ સહારા માર્કેટમાં Laddha & co. Chartered accountants ખાતે અગ્રણી મહાનુભાવોની ઉપસ્થિતિમાં રેડિયોલોજિસ્ટ ડૉ. પ્રકાશ શાહે તેમના દ્વારા લિખિત "Your Passport to HMT" 'A Groundbreaking Medical Guide' '3 Pillars of Great Life' શીર્ષક હેઠળના પસ્તકનું વિમોચન કર્યું હતું.
આ પુસ્તક વિમોચન પ્રસંગે પુસ્તક લખવા પાછળના ઉદેશ્ય અંગે ડૉ. પ્રકાશ શાહે જણાવ્યું હતું કે, તેઓ વાપીમાં રેડિયો લોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. અને જે પુસ્તક લખ્યું છે તેનું નામ "Your Passport to HMT" '3 Pillars of Great Life' છે. આ પુસ્તક દરેક વ્યક્તિન...

