ધરમપુર, નાની વહિયાળ: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામમાં આવેલો એક જર્જરિત મહેલ, જે આજે ‘બંગલો’ તરીકે ઓળખાય છે, તે રહસ્યો અને વિવાદોના વમળમાં ફસાયો છે. એક સમયે આલીશાન ગણાતો આ ત્રણ માળનો, 110 ઓરડાનો જર્જરિત બંગલો, અંદાજિત 7 એકર જમીનમાં પથરાયેલો છે અને લગભગ 200 વર્ષ જૂનો હોવાનું મનાય છે.
આકર્ષક નકશીકામવાળા વલસાડી સાગનો ઉપયોગ કરીને બનેલો આ બંગલો આજે સંપૂર્ણપણે જર્જરિત અવસ્થામાં છે, જ્યાં ચામાચીડિયાઓએ પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું છે, જેના કારણે તે ‘ભૂત બંગલો’ તરીકે પ્રખ્યાત બન્યો છે.
મહેલ/બંગલોની દીવાલો અને બારી-બારણાં તૂટી પડવાની અણી પર છે, છતાં સ્થાનિક ધારાસભ્ય તેને પ્રવાસન સ્થળ બનાવવાની ‘જીદ’ લઈને બેઠા છે. જોકે, તેમના આ ઇરાદા પાછળ અનેક શંકા-કુશંકાઓ સેવાઈ રહી છે.
એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ વિસ્તારમાં કાર્યરત એક સંસ્થા આ બંગલાની જમીન પચાવી પાડી ત્યાં પોતાનું સંસ્થાન ઊભું કરવા માંગે છે, અને તેમના ઇશારે જ આ કાર્યવાહી થઈ રહી છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે આ બંગલો એટલો જર્જરિત છે કે તેને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે સૌ પ્રથમ તો તેની કિલ્લા જેવી દીવાલો સહિતના તમામ ભાગોને ધ્વસ્ત કરવા પડે તેમ છે.
ધરમપુરના રાજાનો કે અન્ય કોઈનો બંગલો?
બંગલાની માલિકીને લઈને પણ વિવાદ પ્રવર્તી રહ્યો છે. સામાન્ય માન્યતા એવી છે કે આ ધરમપુરના રાજાનો મહેલ હતો, પરંતુ સ્થાનિક લોકો આ વાતને નકારી કાઢી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ બંગલો ધરમપુરના રાજાનો નહીં, પરંતુ કોઈ અન્ય રાજાનો હતો, જેનો ઉપયોગ તે પોતાના સૈનિકોને રાખવા અને કેદીઓને નિગરાની હેઠળ રાખવા માટે કરતો હતો. રાજા ક્યારેક ક્યારેક શાહી જલસા માટે અહીં આવતા હતા. ગામના અનેક પરિવારોના વડવાઓ એક સમયે આ બંગલામાં નોકરી કરતા હતા.
આજે ચામાચીડિયાનું ઘર બનેલા આ (જર્જરિત) બંગલા પર હવે કેટલાક ‘બેપગા ચામાચીડિયા’ એટલે કે સ્વાર્થી તત્વોનો ડોળો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. શું ખરેખર આ બંગલાને પ્રવાસન સ્થળ બનાવવાની યોજના પાછળ કોઈ મોટું ષડયંત્ર છુપાયેલું છે? આ સવાલ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
![]()








I think your social media news is prejudice towards development matter in tribal areas. You have not such vision and doing such cheap publicity for your news channel. Representation for development of dilapidated palace at Nanivahial village is vision towards development of palace towards iconic project in tribal areas and i think you are prejudice towards tribal people of the region. I strongly condemned this remarks. Please do not publicize such cheap remarks without knowing real sense of Representation.