કીલ્લા પારડીમાં બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા એક ભવ્ય આધ્યાત્મિક કાર્યક્રમ “બલીહારી પ્રભુ આપકી”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માઉન્ટ આબુથી પ્રવાસી બ્રહ્માકુમાર રામનાથભાઈ, વલસાડ-સુરત ઝોનના ઇન્ચાર્જ બ્રહ્માકુમારી રંજન દીદી, અને કેન્દ્રની મુખ્ય સંચાલિકા બ્રહ્માકુમારી પારુલ બેનની ઉપસ્થિતિ રહી હતી.
બ્રહ્માકુમાર રામનાથભાઈએ આશીર્વાદ આપતા જણાવ્યું કે, વર્તમાન સમયમાં શાંતિ, અરાજકતા અને અનિશ્ચિતતાના માહોલમાં રાજયોગ દ્વારા પરમાત્મા સાથે જોડાઈ શાંતિ અને આનંદનો અનુભવ કરી શકાય છે. તેમણે કહ્યું કે, રાજયોગ ને શીખીને મનુષ્ય દિવ્ય ગુણો સાથે સજ્જ થઈ દેવતા સમાન જીવન જીવી શકે છે. જો આપણે પરમાત્મા પર વ્યસન, વિકારો અને જૂના સંસ્કારોનું બલિહાર કરીએ, તો જીવન ચિંતામુક્ત અને સુખમય બની જાય છે.
કાર્યક્રમ દરમિયાન, સિનિયર રાજયોગી બ્રહ્માકુમાર વિનુભાઈના આધ્યાત્મિક માર્ગના 50 વર્ષ પૂર્ણ થવા ઉપલક્ષે તેમની સુવર્ણ જયંતિની ઉજવણી કરવામાં આવી.
બ્ર.કુ. રામનાથભાઈ, બ્ર.કુ. રંજન દીદી અને બ્રહ્માકુમારી પારુલ બેનએ વિનુભાઈનું સન્માન કરી હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવી. તેમણે વિનુભાઈની પ્રામાણિકતા, ઈમાનદારી અને નિસ્વાર્થ સેવાને લોકો માટે ઉદાહરણ ગણાવ્યું.
![]()









💐👌👌👌👌💐