વાપી તેમજ આજુબાજુના વિસ્તારોના દર્દીઓને ખૂબ જ રાહતદાયક તબીબી સેવા આપતી શ્રેયસ મેડિકર સંચાલિત એમ એન મેહતા જનસેવા હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. હોસ્પિટલે આપેલી આરોગ્યસેવાઓની ગુણવત્તા અને સલામતીના ધોરણો અનુસાર હવે શ્રેયસ મેડિકરને NABH (National Accreditation Board for Hospitals & Healthcare Providers) તરફથી માન્યતા મળી છે.
આ અંગે પત્રકાર પરિષદનું આયોજન કરી મહત્વની વિગતો આપવામાં આવી હતી. હોસ્પિટલ મેનેજમેન્ટ અને તબીબી ટીમ હંમેશા ઉચ્ચ ગુણવત્તા અને ઉત્તમ સારવાર માટે પ્રતિબદ્ધ રહી છે. આ દિશામાં 5th એડિશન NABH પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી, જેમાં પ્રથમ પ્રયાસમાં જ સફળતા મળી છે.
NABH માન્યતા ફક્ત એક પ્રમાણપત્રથી વધુ છે; તે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ પૂરી પાડવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. દર્દીઓ માટે તેનો અર્થ સલામત, પારદર્શક અને દર્દી-કેન્દ્રિત વાતાવરણમાં સારવાર મેળવવો છે, જ્યારે હોસ્પિટલ માટે તે આરોગ્યસેવા સિસ્ટમમાં સતત સુધારણા માટે એક માળખાગત માર્ગદર્શન પૂરું પાડે છે.
આ પ્રમાણપત્ર એ શ્રેયસ મેડિકરમાં દર્દીઓ માટે ઉચ્ચ સ્તરની સારવાર, સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને મેનેજમેન્ટની શ્રેષ્ઠ પ્રક્રિયાઓ અમલમાં આવી હોવાનું પ્રમાણ છે. NABH પ્રમાણપત્ર મેળવવું કોઈપણ હોસ્પિટલ માટે પ્રતિષ્ઠાનું અને પ્રતિબદ્ધતાનું ચિહ્ન છે.
શ્રેયસ મેડિકરના પ્રમુખ નિમિષભાઈ વશી, મેનેજિંગ ટ્રસ્ટી સુરેખભાઈ દેસાઈ અને મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું કે, “આ સફળતા હોસ્પિટલના તમામ સ્ટાફ અને મેડિકલ ટીમની સતત મહેનત અને દર્દીપ્રતિની નિષ્ઠાને કારણે શક્ય બની છે.
NABH પ્રમાણપત્રથી અમારી જવાબદારી વધી છે અને અમે ગુણવત્તાયુક્ત સેવા આપીને લોકોને વધુ વિશ્વાસ અને આરામ પૂરો પાડીશું. શ્રેયસ મેડિકર દર્દી-કેન્દ્રિત સેવા માટે જાણીતી છે અને આ માન્યતા સાથે તે નવા વિકાસના પગથિયે પ્રવેશી રહી છે.
ઉલ્લેખનીય છે કે મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં 5th એડિશન HCO કેટેગરી NABH માન્યતા મેળવનારી 13 હોસ્પિટલોમાંથી શ્રેયસ મેડિકર એક છે, અને વલસાડ જિલ્લામાં માત્ર 2 હોસ્પિટલોને આ માન્યતા મળી છે.
![]()







Congratulations,Team Shreyas medicare( janseva hospitals), It is really serving nearby locality efficiently