
“જીવો અને જીવવા દો” ના સિધ્ધાંત પર કાર્ય કરતા અને પારિવારિક સદ્દભાવના ને પ્રોત્સાહિત કરતા JSG-BSF ના નવા પ્રમુખની વરણી માટે યોજાઇ Installation Ceremony
વાપીમાં રવિવારે ઉપાસના સ્કૂલ ના હોલમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઈન્સ્ટોલેશન સેરેમની ભિલાડ, સરીગામ, ફણસામાં કાર્યરત જૈન સોશ્યલ ગ્રુપનો હતો. જે છેલ્લા 2 વર્ષ સુધી પ્રેસિડેન્ટ રહેલા JSGian Hitesh Shah દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. JSGian વિપુલ રાણાવત અને તેમની ટીમને આગામી 2 વર્ષના સુકાન સોંપવા માટે આયોજિત આ ઈન્સ્ટોલેશન સેરેમનીમાં પૂર્વ પ્રમુખ હિતેશ શાહ અને તેની ટીમે 2 વર્ષમાં કરેલા સેવાકીય કાર્યની અને ખર્ચની વિગતો આપી હતી. જેમના સેવાકીય કાર્યને ઉપસ્થિત તમામ JSG ગ્રુપના સભ્યોએ બિરદાવી હતી.
JSG (Jain Social Group) અંગે આ સંસ્થાના JSG international Federation ના જનરલ સેક્રેટરી મનીષ શાહે જણાવ્યું હતું કે, JSG-BSF (ભિલાડ, સરીગામ, ફણસા) ગુજરાત રિજીયનમાં આવે છે. જેમાં અગાઉના પ્રમુખ હિતેશ શાહનો બે વર્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ આજે નવા પ્રમુખ તરીકે વિપુલ રાણા...