વાપી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કચીગામ રોહિતવાસ રોડ કે જે હનુમાન મંદિર થી કચીગામ બોર્ડરને જોડતો રોડ આવેલ છે. આ રોડ બનાવવાની કામગીરી આજ 28મી માર્ચ 2025 થી શરૂ કરવામાં આવી છે. જેથી આગામી 30 દિવસ સુધી આ માર્ગ વાહનચાલકો માટે બંધ કરવામાં આવ્યો છે. જેના સ્થાને વાહનચાલકોને ડાયવર્ઝનનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

મહાનગરપાલિકા એ આપેલી વિગતો મુજબ આ રોડનું કામ બે તબક્કામાં કરવામાં આવનાર છે. પ્રથમ ભાગમાં વાપી હનુમાન મંદિરથી જનસેવા હોસ્પિટલ થઈ મહારાણા પ્રતાપ સર્કલ સુધીનું કામ શરૂ કરવામાં આવશે. જેથી હનુમાન મંદિરથી મહારાણા પ્રતાપ સર્કલ સુધીનો માર્ગ આગામી 30 દિવસ સુધી બંધ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત સમય ગાળા દરમ્યાન નાગરિકોને અગવડ ના પડે તે હેતુસર આશિયાના જંકશન થી ફિશ માર્કેટ થઈ વાપી બજાર રોડ અને મહારાણા પ્રતાપ સર્કલ થી રોફેલ કોલેજ થઈ દેસાઈવાડ/રિંગ રોડ ઉપરના રોડ તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હનુમાન મંદિરથી કચીગામ બોર્ડર સુધીનો આ માર્ગ બિસ્માર બન્યો છે. જેના સ્થાને હવે CC રોડ બનાવવાનું ટેન્ડર પાસ કરી મનપા એ આ રોડની કામગીરીનો પ્રારંભ કરાવ્યો છે.
![]()
