વાપી GIDC માં આવેલ 3rd Phase એરિયામાં Savla Laminates Ltd. કંપનીના Unit-3 બહાર સફેદ કલરનું પાણી જોવા મળ્યું હતું. સામાન્ય રીતે કોઈપણ કંપની નિયમ મજબ તેમનું ગંદુ પાણી બહાર રસ્તા પર કાઢી શકે નહીં. જો કે, અહીં આ પાણી બહાર નીકળ્યું હોય એ અંગે કંપની તરફથી આપેલી વિગતો મુજબ કંપનીમાં કેલ્શિયમ પાઉડર ભરેલી ટ્રક આવી હતી. જેમાંથી આ પાવડરનો જથ્થો ઉતર્યા બાદ ટ્રક ગંદી થઈ હોય તેને પાણીથી ધોઈ હતી. જેનું પાણી કંપની બહાર રસ્તા પર આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના ભલે સામાન્ય હોય પણ અચરજ એ વાત નું છે કે, કંપની પરિસરમાં આવી તો અનેક ટ્રક વારંવાર આવતી હશે. અને કદાચ તેને ધોવાતી પણ હશે. તો શું કંપની સંચાલકોએ આવું પાણી કંપનીની અંદર ગટરમાં જ ઠાલવી શકે તેવી કોઈ વ્યવસ્થા નહિ કરી હોય? જો કોઈ વ્યવસ્થા નથી તો શું આ પ્રકારે વારંવાર ગંદુ પાણી બહાર રસ્તા પર વહેતુ હશે? જે હોય તે પણ હાલ તો કંપની સંચાલકોએ આ સમગ્ર મામલે જાગૃત બનવું જરૂરી છે.