
વાપી મહાનગરપાલિકામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી, વિકાસના કામ અંગેની વિગતો મેળવી જરૂરી સૂચનો કર્યા
શનિવારે 19મી એપ્રિલ 2025ના વાપી મહાનગરપાલિકા ખાતે કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રી,નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતામાં મનપા કમિશ્નર યોગેશ ચૌધરી, સાંસદ વલસાડ-ડાંગ ધવલ પટેલ તથા ધારાસભ્ય ઉમરગામ રમણ પાટકરની હાજરીમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી.
આ બેઠકમાં નાણામંત્રીએ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોની સમીક્ષા કરી અને હાલમાં ચાલી રહેલ કામો સમયસર પૂર્ણ થાય અને નગરજનોને અગવડ ના પડે તેવી કાળજી લેવા જણાવ્યુ હતું. તો, આગામી ચોમાસા પૂર્વે કરવામાં આવનાર કામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ રસ્તાના મહત્તમ કામો મે મહિનામાં પૂર્ણ કરવાની તાકીદ કરી હતી.
જે અંગે વાપી મનપાના કમિશ્નર યોગેશ ચૌધરીએ વિગરવાર માહિતી આપી હાલમાં ચાલી રહેલ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ, રોડ રસ્તાના કામોની વિગત તથા પ્રિ-મોન્સૂન અંગે કરવામાં આવનાર કામગીરી અંગેનો રોડમેપ રજૂ કરી સમિતિના સભ્યોને અ...