
આ આંકડાની જાહેરાત કરતી વખતે GOOGLE CEO સુંદર પિચાઈ ભારે હરખાયા !
Vihar Vaishnav: અમેરિકામાં 'Google I/O 2025' કોન્ફરન્સમાં બોલતા, પિચાઈએ જણાવ્યું હતું કે ખાસ કરીને 2.5 શ્રેણીના AI મોડેલોમાં નોંધપાત્ર વૃદ્ધિ અને વપરાશકર્તા જોડાણ જોવા મળી રહ્યું છે. આ ઝડપથી વધતી લોકપ્રિયતાને કંપનીની AI વ્યૂહરચનાની સફળતા તરીકે જોવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે, સાત મિલિયનથી વધુ ડેવલપર્સ જેમિની સાથે કામ કરી રહ્યા છે, જે ગયા વર્ષ કરતા પાંચ ગણો વધારો છે, અને Vertex AI ખાતે જેમિનીનો ઉપયોગ 40 ગણો વધ્યો છે.
"જેમિની એપનો ઉપયોગ 2.5 પ્રો વાપરનારાઓ માટે 45 ટકાનો વધારો જોવા મળ્યો છે," તેમણે કહ્યું.
પિચાઈએ વધુમાં ઉમેર્યું, "ગયા વર્ષે આ સમયે, અમે અમારા ઉત્પાદનો અને API માં દર મહિને 9.7 ટ્રિલિયન ટોકન્સનું પ્રોસેસિંગ કરી રહ્યા હતા. હવે, અમે 480 ટ્રિલિયનથી વધુ ટોકન્સનું પ્રોસેસિંગ કરી રહ્યા છીએ, જે 50 ગણું વધારે છે."
"આ પ્રગતિનો અર્થ એ છે કે આપણે AI પ્લેટફોર્મ શિફ્ટના એક નવ...