વાપીમાં વરસાદથી નુકસાન પામેલા રસ્તાઓનું સિટી એન્જિનિયર દ્વારા નિરીક્ષણ, રિપેરીંગની કામગીરી શરૂ
તાજેતરના ભારે વરસાદને કારણે વાપી શહેરના રસ્તાઓને થયેલા નુકસાનને પહોંચી વળવા વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યાપક રોડ રિપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે સિટી એન્જિનિયર જતિન પટેલે નુકસાનગ્રસ્ત રસ્તાઓ પર ચાલી રહેલી રિપેરીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
નિરીક્ષણ દરમિયાન ચલા ચીકુવાડી અને ચલા ડુંગર ફળિયા રોડ સહિત અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી. ટ્રાફિક પ્રવાહને સરળ રાખવા અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઝડપી અને ગુણવત્તાયુક્ત કામગીરીના આદેશ આપવામાં આવ્યા હતા.
વધુમાં, ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા કલવર્ટોની પણ ચકાસણી કરવામાં આવી. ડુંગરા ખાતેના દાદરીમોરા, ડુંગરા ડુંગરી ફળિયાની પ્રભાત બિલ્ડીંગ પાસેના કલવર્ટ અને ચલા રોહિતવાસ ખાતેના કલવર્ટનું નિરીક્ષણ કરી વરસાદી પાણીના સુવ્યવસ્થિત નિકાલની ખાતરી કરવામાં આવી.
આ નિરીક્ષ...
