Wednesday, February 18News That You Want to Read

Tag: the sailors were safely rescued.

નાની દમણના દરિયા કિનારે છિન્નભિન્ન થયેલ બોટ તણાઈ આવી, ખલાસીઓનો આબાદ બચાવ

નાની દમણના દરિયા કિનારે છિન્નભિન્ન થયેલ બોટ તણાઈ આવી, ખલાસીઓનો આબાદ બચાવ

Gujarat, National
નાની દમણના ઘાટી શેરી વિસ્તાર નજીકના દરિયા કિનારે બુધવારે વહેલી સવારે એક છિન્નભિન્ન થયેલી માછીમારી બોટ દરિયાના મોજાં સાથે તણાઈ આવી હતી, જે સ્થાનિકો માટે કુતૂહલનો વિષય બની છે. લાખો રૂપિયાની કિંમતની આ બોટમાં સવાર 4 થી 5 ખલાસીઓ હતા, જેમનો આબાદ બચાવ થયો છે. હાલ દમણ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, આ બોટ મૂળ ધોલાઈ બંદરના એક ખલાસીએ ખરીદી હતી. બોટના એન્જિનમાં ખામી આવતાં તેની મરામત માટે ખલાસીઓ નવસારી જઈ રહ્યા હતા. જોકે, મધદરિયે ભારે પવન અને તોફાનના કારણે બોટનું એન્જિન બંધ થઈ ગયું હતું. પરિણામે, બોટ દરિયાના મોજાં સાથે વહેતી નાની દમણના દરિયા કિનારે આવી પહોંચી હતી. આ ઘટનામાં બોટને મોટા પાયે નુકસાન થયું છે અને તે કાટમાળના સ્વરૂપે કાંઠે તણાઈ આવી હતી. જોકે, બોટમાં સવાર તમામ ખલાસીઓ સુરક્ષિત છે અને તેઓ દમણમાં ઉતરી ગયા છે. દમણ પોલીસે ખલાસીઓની પૂછપરછ કરીને આ ઘટનાની વધુ તપાસ શરૂ કરી...