વલસાડને તો ‘વંદે ભારત’ મળી, પણ DD-DNHમાં ‘વીજળી-પાણી’ની લડાઈ બાકી! શિયાળુ સત્રમાં શું થશે?
સંસદનું શિયાળુ સત્ર ફરી એકવાર 1 ડિસેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવ (DNH & DD) ના પ્રતિનિધિઓ દ્વારા સંસદમાં ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અને તેના પરિણામો પર એક નજર કરીએ.
વલસાડ-ડાંગ લોકસભાના સાંસદ ધવલ લક્ષ્મણભાઈ પટેલની સંસદીય રજૂઆતોનું સૌથી મોટું અને તાત્કાલિક પરિણામ જોવા મળ્યું છે.
સાંસદ ધવલ પટેલે વલસાડ જિલ્લાના મુખ્ય મથક ખાતે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ આપવા માટે કેન્દ્રીય રેલ મંત્રી સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. તેમના આ પ્રયાસોના પરિણામે, કેન્દ્રીય રેલવે મંત્રાલયે વલસાડ રેલવે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો.
આ સિવાય, તેમણે વલસાડ-ડાંગના શબરીધામ, ઉનાઈ માતા મંદિર જેવા પ્રવાસન સ્થળોને 'સ્વદેશ દર્શન યોજના' હેઠળ વિકાસવા માટે કરેલી અપીલને કેન્દ્રીય પ્રવાસન મંત્રી તરફથી સકા...
