Sunday, June 22News That You Want to Read

Gujarat

વાપી ESIC હોસ્પિટલ ખાતે GIDC નોટિફાઇડ ફાયર વિભાગ દ્વારા ફાયર મોક ડ્રિલનું સફળ આયોજન

વાપી ESIC હોસ્પિટલ ખાતે GIDC નોટિફાઇડ ફાયર વિભાગ દ્વારા ફાયર મોક ડ્રિલનું સફળ આયોજન

Gujarat
વાપી: ચણોદ, સેલવાસ રોડ પર આવેલી ESIC હોસ્પિટલમાં આગ અને બચાવ કામગીરી અંગે જાગૃતિ લાવવા અને હોસ્પિટલ સ્ટાફ તેમજ દર્દીઓને માર્ગદર્શન આપવા માટે ફાયર મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રિલમાં ઓપરેશન થિયેટર (OT) અને ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાની ઘટનાનો સિનારિયો ઉભો કરવામાં આવ્યો હતો, જેમાં દર્દીઓ અને સ્ટાફના બચાવની કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું. વાપી GIDC નોટિફાઇડ ફાયર વિભાગના ફાયર ઓફિસર ભરતસિંહે જણાવ્યું કે, આ મોક ડ્રિલ દરમિયાન ઓપરેશન થિયેટરમાં આગ લાગવાથી એક દર્દી ફસાઈ જાય છે અને નજીકના ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાથી ધુમાડાને કારણે અન્ય એક વ્યક્તિને અસર થાય છે, એવું દ્રશ્ય રચવામાં આવ્યું હતું. ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, બંને વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યારબાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ ...
વાપીમાં 20 વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને જબલપુરથી ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)

વાપીમાં 20 વર્ષથી નાસતા ફરતા મર્ડરના આરોપીને જબલપુરથી ઝડપી પાડતી વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)

Gujarat, National
વલસાડ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે 2006માં નોંધાયેલા મર્ડરના ગુનામાં નાસતા ફરતા આરોપી બડકુસિંહ ઉર્ફે વિજયસિંહ માનસિંહ દ્વારકાસિંહ ઠાકુર (ઉં. 39)ને મધ્યપ્રદેશના જબલપુરથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ આરોપી 20 વર્ષથી ફરાર હતો અને હવે કાયદેસરની કાર્યવાહી માટે વાપી ટાઉન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. વર્ષ 2006માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા IPC કલમ 302, 201, 114 મુજબ, આરોપી બડકુસિંહ અને તેના સાથીઓ દીપકસિંહ ઉર્ફે દીપુ જગ્ગાસિંહ ઠાકુર તથા સંગ્રામસિંહ રામસેવક ઠાકુરે વાપીના છીરી વિસ્તારમાં સંજયસિંહ નામના વ્યક્તિની હત્યા કરી હતી. આ હત્યા પાછળનું કારણ સંજયસિંહ દ્વારા દીપકસિંહની પત્ની વૈશાલીબેન સાથે કરવામાં આવેલી છેડતી હતી. ત્રણેય આરોપીઓએ મળીને સંજયસિંહ પર હુમલો કર્યો હતો, જેમાં દીપકસિંહે છરીના ઘા મારી હત્યા કરી હ...
9 વર્ષથી નાસતો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો, વલસાડ પોલીસની કાર્યવાહી

9 વર્ષથી નાસતો આરોપી ઉત્તરપ્રદેશથી ઝડપાયો, વલસાડ પોલીસની કાર્યવાહી

Gujarat
વાપી, તા. 13 જૂન 2025: વલસાડ જિલ્લા પોલીસે 9 વર્ષથી નાસતા ફરતા આરોપી ઇસરાર લજજતઅલી ખાનને ઉત્તરપ્રદેશના પ્રતાપગઢથી ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં 2016માં ગુના નોંધાયા હતા, જેમાં ચોરી, છેતરપિંડી, જાલસાજી અને ગુનાહિત કાવતરાના આરોપો હતા. રેન્જ આઇજી શ્રી પ્રેમ વિર સિંહ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલા અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.એન. દવેના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.પી. પટેલ અને તેમની ટીમે બાતમીના આધારે ઉત્તરપ્રદેશથી આરોપીને ઝડપી લીધો. આરોપીને વાપી લાવી 13 જૂન, 2025 સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે, આરોપી અને તેના સાગરિતો ટ્રકની ચોરી કરી, એન્જિન-ચેસિસ નંબર બદલી, ખોટા દસ્તાવેજો તૈયાર કરી નાગાલેન્ડ ખાતે ટ્રકનું રજિસ્ટ્રેશન કરાવી, વલસાડ આરટીઓમાં રજૂ કરીને ટ્રકનો રંગ અને નંબર બદલી વેચી દેતા હતા. આ કામગીરીમ...
સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ

સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ

Gujarat
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ખાતે ગુરુવારે અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રવાસીઓ અને બીજે મેડિકલ કોલેજના ઇન્ટર્ન ડૉક્ટરની આત્મશાંતિ માટે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીએ દુર્ઘટનાનું વિવરણ આપ્યું, જે બાદ ભગવાનની ધૂન બોલાવી મૃતાત્માઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા. મૃતકોના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી. સભામાં પૂજ્ય રામ સ્વામી, પૂજ્ય માધવ સ્વામી, મંડળના સભ્ય બાબુભાઈ, ડાયરેક્ટર ડૉ. શૈલેષ લુહાર, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત દમણ DMC પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા અને બાબુભાઈએ પત્રકાર પરિષદ યોજી વિકાસની ગાથા રજૂ કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત દમણ DMC પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા અને બાબુભાઈએ પત્રકાર પરિષદ યોજી વિકાસની ગાથા રજૂ કરી

Gujarat, National
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા "સંકલ્પ સે સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત દમણમાં અસ્પી દમણિયા અને બાબુભાઈએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં મોદી સરકારમાં દમણની થયેલ કાયાપલટ અને દેશનું વિશ્વભરમાં નામ ગુંજતું થયું હોવાનું જણાવી 11 વર્ષના વિકાસની ગાથા રજૂ કરી હતી. મોદી સરકાર ના સફતળતા પૂર્વક 11 વર્ષ વિકસિત ભારતના અમૃતકાળ સેવા, સુશાસન,ગરીબ કલ્યાણ ના "સંકલ્પ થી સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત આયોજિત "પત્રકાર પરિષદ" માં DMC પ્રેસિડેન્ટ અસ્પી દમણિયા અને બાબુભાઈએ હાલના દમણ દિવના અપક્ષ સાંસદ સામે પ્રજાના પ્રશ્નોને લઈ વાકબાણ તાક્યા હતા. તો, ભાજપ શાસનમાં સંઘપ્રદેશ ના વિકાસની વાત રજૂ કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી વિવિધ યોજનાઓ અને દેશહિતમાં મોદી દ્વારા લેવામાં આવેલ નિર્ણયો અંગે માહિતીઓ આપી હતી....
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વલસાડ ભાજપે પત્રકાર પરિષદ યોજી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા “સંકલ્પ સે સિદ્ધિ” કાર્યક્રમ અંતર્ગત વલસાડ ભાજપે પત્રકાર પરિષદ યોજી

Gujarat, National
દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના  નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકારના 11 વર્ષ પૂર્ણ થતા "સંકલ્પ સે સિદ્ધિ" કાર્યક્રમ અંતર્ગત વલસાડ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના અધ્યક્ષ સ્થાને, નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, સાંસદ ધવલભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઇ હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી ના નેતૃત્વમાં કાર્યરત કેન્દ્ર સરકાર ના સફળતાપૂર્વક 11 વર્ષ પૂર્ણ થતાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલ, પ્રદેશ સંગઠનના મહામંત્રી રત્નાકરની સુચના અને માર્ગદર્શન મુજબ, વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ હેમંતભાઈ કંસારા ના અધ્યક્ષ સ્થાને, ગુજરાત સરકારના નાણાં, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ,લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિતિમાં મોદી સરકાર ના સફતળતા...
ન્યાયસભાના બેનર હેઠળ MLA અનંત પટેલના ઉશ્કેરણીજનક ભાષણ બાદ મોટી તંબાડી ગામે કોળી પટેલ મહિલાની વાડી માં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ : જમીન માલિક મહિલાની ન્યાયની માંગ

ન્યાયસભાના બેનર હેઠળ MLA અનંત પટેલના ઉશ્કેરણીજનક ભાષણ બાદ મોટી તંબાડી ગામે કોળી પટેલ મહિલાની વાડી માં લુખ્ખા તત્વોએ કરી તોડફોડ : જમીન માલિક મહિલાની ન્યાયની માંગ

Gujarat, National
વલસાડ જિલ્લાના વાપી તાલુકાના મોટી તંબાડી ગામે થયેલી એક ગંભીર ઘટનાએ સ્થાનિક પ્રજા અને વહીવટી તંત્રનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટનામાં, વાંસદાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ, દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ પ્રભુ ટોકીયા તેમજ સ્થાનિક સરપંચો દ્વારા આયોજિત એક ન્યાય સભામાં આપવામાં આવેલા ઉશ્કેરણીજનક ભાષણોને કારણે ગામની એક મહિલા જમીન માલિકે ભારે નુકસાન અને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. આ ઘટના નિંદનીય છે અને રાજકીય આગેવાનો દ્વારા આવા વિવાદાસ્પદ નિવેદનો આપવા સામાજિક સંવાદિતા અને કાયદાના શાસન માટે ગંભીર ખતરો બની રહે છે. બે દિવસ પૂર્વે મોટી તંબાડી ગામના વડીયા ફળિયામાં, જનનાયક બિરસા મુંડાની પુણ્યતિથિ નિમિત્તે આદિવાસી સમાજના અન્યાય સામે ન્યાય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં અનંત પટેલે ગામના લોકોને ઉશ્કેરતાં જણાવ્યું હતું કે, “જો કોઈ બહારનો વ્યક્તિ તમારી જમીન પર કબજો કરે, તો તેને થપ...
भाजपा के नरोली मंडल में आयोजित कार्यक्रम में केन्द्रीय मंत्री निमूबेन बाँभनिया, प्रदेश प्रभारी दुष्यंत पटेल, प्रदेश अध्यक्ष दीपेश टंडेलने कार्यकर्ताओं को मार्गदर्शन दिया

भाजपा के नरोली मंडल में आयोजित कार्यक्रम में केन्द्रीय मंत्री निमूबेन बाँभनिया, प्रदेश प्रभारी दुष्यंत पटेल, प्रदेश अध्यक्ष दीपेश टंडेलने कार्यकर्ताओं को मार्गदर्शन दिया

Gujarat, National
भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव द्वारा आज सिलवासा ग्रामीण जिला के नरौली मंडल में एक कार्यक्रम का आयोजन किया गया था। भाजपा के नरोली मंडल की नवनियुक्त अध्यक्षा श्रीमती जूली बेन सोलंकी की अध्यक्षता में आयोजित इस कार्यक्रम में केन्द्रीय मंत्री श्रीमती निमूबेन बाँभनिया, प्रदेश प्रभारी श्री दुष्यंत भाई पटेल जी, प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी की अतिथि विशेष उपस्थिति रही। एवं अन्य प्रमुख उपस्थितों में भाजपा के प्रदेश महामंत्री श्री सुनील पाटिल, प्रदेश उपाध्यक्ष श्री महेश अगरिया, सिलवासा ग्रामीण जिला के अध्यक्ष श्री दीपक प्रधान, सिलवासा शहर अध्यक्ष श्री शांतु भाई पुजारी, दानह जिला पंचायत की उपाध्यक्षा श्रीमती वंदना बेन, पूर्व मंडल अध्यक्ष श्री योगेश सिंह सोलंकी सहित बड़ी संख्या में कार्यकर्ता उपस्थित रहे। कार्यक्रम में नवनियुक्त मंडल अध्यक्ष श्रीमती जूली बेन सोलंकी को सम...
“विकसित भारत के लिए समर्पित मोदी सरकार 11 वर्षों में सेवा को संकल्प बनाया, सुशासन को संस्कृति और सुरक्षा को सर्वोच्च प्राथमिकता : केन्द्रीय मंत्री निमुबेन बाँभनिया

“विकसित भारत के लिए समर्पित मोदी सरकार 11 वर्षों में सेवा को संकल्प बनाया, सुशासन को संस्कृति और सुरक्षा को सर्वोच्च प्राथमिकता : केन्द्रीय मंत्री निमुबेन बाँभनिया

Gujarat, National
केन्द्र की मोदी सरकार को ११ वर्ष पूर्ण होने के अवसर पर भारतीय जनता पार्टी दादरा नगर हवेली एवं दमन दीव प्रदेश के द्वारा सिलवासा स्थित भाजपा कार्यालय अटल भवन पर एक प्रेसवार्ता का और प्रबुद्ध नागरिक सम्मेलन रखा गया था। भाजपा के प्रदेश अध्यक्ष श्री दीपेश टंडेल जी की अध्यक्षता में आयोजित इस कार्यक्रम में केन्द्रीय मंत्री श्रीमती निमु बेन बाँभनिया की अतिथि विशेष उपस्थिति रही। अन्य प्रमुख अतिथियों में दानह की सांसद श्रीमती कलाबेन डेलकर, प्रदेश के प्रभारी श्री दुष्यंत भाई पटेल जी, दानह के पूर्व सांसद श्री नटु भाई पटेल जी, कार्यक्रम के संयोजक श्री धर्मेश सिंह चोहाण की उपस्थिति रही। आज की प्रेसवार्ता एवं प्रबुद्ध नागरिक सम्मेलन में केन्द्रीय मंत्री श्रीमती निमूबेन बाँभनिया जी अपने संबोधन में कहा की.... “विकसित भारत के लिए समर्पित मोदी सरकार 11 वर्षों में सेवा को संकल्प बनाया, सुशासन को संस्कृत...
વાપી GIDCના સૂકાયેલા ઝાડનો મુક સવાલ: શું ઉદ્યોગો પર્યાવરણને ખતમ કરી રહ્યા છે?

વાપી GIDCના સૂકાયેલા ઝાડનો મુક સવાલ: શું ઉદ્યોગો પર્યાવરણને ખતમ કરી રહ્યા છે?

Gujarat
વાપી ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (GIDC) એ ભારતના અગ્રણી ઔદ્યોગિક વિસ્તારોમાંની એક છે, જે અનેક ઉદ્યોગો માટે જાણીતી છે. પરંતુ આ ફોટોમાં દેખાતું સૂકાયેલું ઝાડ અને પાછળ દેખાતું ઔદ્યોગિક એકમ પર્યાવરણની ચિંતાઓને ઉજાગર કરે છે. આ દૃશ્ય એક મૂંગો પ્રશ્ન ઉભો કરે છે - શું ઔદ્યોગિક વિકાસ પર્યાવરણની કિંમતે થઈ રહ્યો છે? વાપી GIDCમાં રાસાયણિક, ટેક્સટાઇલ અને અન્ય ઉદ્યોગોની હાજરીથી પ્રદૂષણનું સ્તર વધ્યું છે. ફેક્ટરીઓમાંથી નીકળતા ઝેરી ધુમાડા, રાસાયણિક કચરો અને અનિયંત્રિત ઔદ્યોગિક પ્રવૃત્તિઓથી હવા, પાણી અને જમીન પર ગંભીર અસર પડી રહી છે. આ ફોટોમાં દેખાતું સૂકાયેલું ઝાડ આ પ્રદૂષણની અસરનું જીવંત ઉદાહરણ હોઈ શકે છે. હવામાં રહેલા ઝેરી તત્વો અને જમીનમાં રહેલા રાસાયણો ઝાડના વિકાસને અટકાવી શકે છે, જેનાથી આવા દૃશ્યો સામાન્ય બની રહ્યા છે. આવી પરિસ્થિતિમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) અને સેન્ટ્રલ ...