
દમણથી બંધબોડીના ટાટા ટેમ્પોમાં જુનાગઢ તરફ લઇ જવાતા 7.06 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમને વલસાડ LCB એ ઝડપી પાડ્યો
વલસાડ LCB ની ટીમ દ્વારા દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર આવતા દારૂના જથ્થાને ઝડપી પાડવાની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને વલસાડ LCB ની ટીમે એક બંધબોડીના ટાટા ટેમ્પોમાં ચોરી છુપીથી જુનાગઢ તરફ લઇ જવાતા 7,06,704 રૂપિયાના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે. પકડાયેલ ટેમ્પો ચાલક અજય કૈલાશ ખટીક દમણ ખાતેથી MH01-EM-9626 નંબરના ટેમ્પો માં દારૂ લઈને નીકળ્યો હતો ત્યારે, સલવાવ, નેશનલ હાઇવે 48 પર મુંબઇથી સુરત જતા રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો.
વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. વલસાડના PSI જે. જી. વસાવા તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલ...