વલસાડ LCB ની ટીમે બાતમી આધારે ધમડાચી ગામ તરફ જતા ત્રણ રસ્તા પાસે શ્રી ગીરીરાજ ગૌ સેવા કેન્દ્રની સામે મુંબઈ-અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે નંબર-48 પર એક ટેમ્પો ચાલકને અટકાવી ટેમ્પોમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
LCB ની ટીમે અટકાવેલ મરુન કલરના આઈસર ટેમ્પો નંબર GJ15-AV-5312માં તપાસ કરી હતી. ટેમ્પોમાં વેસ્ટેજ યાર્નના 200 નંગ બોક્ષ હતાં. જેની આડમાંથી વિદેશી દારૂ વ્હીસ્કી/બીયરના 197 નંગ બોક્ષ હતાં. જેમાં કુલ 17,73,600 રૂપિયાની કિંમતની 4956 નંગ દારૂ-બિયરની બોટલ હતી. LCB ની ટીમે દારૂ-બિયર અને ટેમ્પો મળી કુલ 22,77,600 રૂપિયાના મુદ્દામાલ સાથે ટેમ્પોચાલક શાહ નવાઝ શહનુદ્દીન શેખને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા તથા પ્રોહીની પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ LCB વલસાડના પોલીસ માણસો વલસાડ જીલ્લા હદ વિસ્તારમાં પ્રોહી ગુના અંગે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો. મહેન્દ્ર ગુરજીભાઇ ગામીતને મળેલ બાતમી આધારે આ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
દારૂના મુદામાલ સાથે ટેમ્પો ચાલક શાહ નવાઝ શહનુદ્દીન શેખની ધરપકડ કરવામાં આવી છે. જે સંજયનગર ઝુપડપટ્ટી ઉધના રોડ, સુરતનો રહીશ છે. મૂળ ગામ-ધરનગાવ તા.જી.જલગાવ મહારાષ્ટ્ર નો છે. જે આ દારૂનો જથ્થો દમણથી ટેમ્પોમાં ભરી સુરત લઈ જતો હતો. આ કાર્યવાહીમાં દારૂનો જથ્થો ભરાવનાર સદ્દામ ઈબ્રાહીમ શેખ રહેવાસી દમણ ખારીવાડને વોન્ટેડ જાહેર કર્યો છે.
સદર કામગીરી LCB PI ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. વલસાડના PSI જે. જી. વસાવા તથા સ્ટાફના અ.હે.કો મહેન્દ્રભાઈ ગુરજીભાઈ ગામીત તથા આ.હે.કો. ઓમપ્રકાશ રણબહાદુરસિંહ તથા અ.પો.કો. નીતીન બાબુલાલ ચૌધરીએ ટીમ વર્કથી કરી હતી.