Friday, June 20News That You Want to Read

દમણથી બંધબોડીના ટાટા ટેમ્પોમાં જુનાગઢ તરફ લઇ જવાતા 7.06 લાખના દારૂના જથ્થા સાથે એક ઈસમને વલસાડ LCB એ ઝડપી પાડ્યો

વલસાડ LCB ની ટીમ દ્વારા દમણથી ગુજરાતમાં ગેરકાયદેસર આવતા દારૂના જથ્થાને ઝડપી પાડવાની અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. જે અનુસંધાને વલસાડ LCB ની ટીમે એક બંધબોડીના ટાટા ટેમ્પોમાં ચોરી છુપીથી જુનાગઢ તરફ લઇ જવાતા 7,06,704 રૂપિયાના દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી છે. પકડાયેલ ટેમ્પો ચાલક અજય કૈલાશ ખટીક દમણ ખાતેથી MH01-EM-9626 નંબરના ટેમ્પો માં દારૂ લઈને નીકળ્યો હતો ત્યારે, સલવાવ, નેશનલ હાઇવે 48 પર મુંબઇથી સુરત જતા રોડ ઉપરથી ઝડપી પાડ્યો હતો.

વલસાડ જીલ્લામાં દેશી/વિદેશી દારૂની પ્રવૃતિ કરતા બુટલેગર્સ/નોન બુટલેગર્સ ઇસમો વિરૂધ્ધ અસરકારક કામગીરી કરવા સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને LCB PI ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. વલસાડના PSI જે. જી. વસાવા તથા સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી વલસાડના અ.પો.કો. કનકસિંહ દોલુભા દયાતરને મળેલ બાતમી આધારે સલવાવ, રોયલ અનફીલ્ડ શોરૂમની નજીક, ને.હા.નં.48, મુંબઇથી સુરત જતા રોડ ઉપર તા.વાપી જી.વલસાડ ખાતેથી એક ટાટા કંપનીનો સફેદ બોડીવાળો બંધબોડીનો ટેમ્પો નં. MH01-EM-9626 માં વિદેશી દારૂ વ્હીસ્કી/બિયરના 127 નંગ બોક્ષ મળી આવ્યા હતાં. જેની કિંમત 7,06,704 હતી. તેમજ ટેમ્પો મળી કુલ કિ.રૂ. 14,11,704 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આ દારૂનો જથ્થો જૂનાગઢ તરફ લઈ જનાર ટેમ્પો ચાલક અજય કૈલાશ ખટીક રહેવાસી સુરત અને મૂળ રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી જથ્થો ભરાવનાર સુરતના રાજુ પાટીલ નામના આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

સદર કામગીરી એલ.સી.બી વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર ઉત્સવ બારોટની સુચના અને માર્ગદર્શન આધારે એલ.સી.બી. વલસાડના પો.સ.ઈ. જે. જી. વસાવા તથા સ્ટાફના અ.પો.કો. પરેશ રઘજીભાઇ ચૌધરી તથા અ.પો.કો. કનકસિંહ દોલુભા દયાતરનાએ ટીમ વર્કથી કરેલ છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *