
વાપીના ભડકમોરામાં ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઈનામી ડ્રોની લત માં ઘરવાળાઓ રોજ પૈસા હારી જતો હોય મહિલાઓએ હોબાળો કર્યો …!
આજકાલ અનેક ઓનલાઈન ગેમ લોકોને લખપતિ કે કરોડપતિ બનાવવાની લાલચ આપી રહી છે. લોકોમાં પણ આવી ગેમ નો ભારે ચસ્કો લાગ્યો છે. ત્યારે, વાપીના ભડકમોરા માં હાલ ગોલ્ડન ઓનલાઈન માર્કેટિંગ ઈનામી ડ્રોની લતે ચડેલા ઘરવાળાઓ ઘરમાં પૈસા આપતા ના હોય તેમના પરિવારજનોએ સ્થળ પર આવી હોબાળો મચાવ્યો હતો. જો કે, આ સમયે આ ઈનામી ડ્રોની સંચાલિકા મહિલાઓ સાથે દાદાગીરી કરતી જોવા મળી હતી.
સાંજના સમયે બે દુકાનમાં ચાલતા આ ઈનામી ડ્રો ને કારણે પરિવારની મુશ્કેલી અંગે પોતાની આપવીતી જણાવતા મહિલાએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા દિવસથી તેમના પરિવારના પુરુષો ઘરે પૈસા આપતા નથી. એ અહીં આવીને પૈસા હારી જાય છે. ઘરે 3-3 સંતાન છે જેનું ભરણપોષણ કરવું મુશ્કેલ બન્યું છે. આવા ઈનામી ડ્રો બંધ થવા જોઈએ.
જો કે, આ સમયે આ ઇનામી ડ્રો ચલાવતી મહિલા સંચાલીકાની પણ દાદાગીરી જોવા મળી હતી. જેમણે હોબાળો કરનાર મહિલાઓ સાથે ગાળાગાળી કરી હતી. અને વિડિઓ નહિ ઉતારવ...