ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામમાં દરિયાઈ ખાડી નો વિસ્તાર આવેલો છે. જેમાં મોટા પ્રમાણમાં મૅગ્રોવ્ઝ આવેલા છે. એ ખરાપટ ની જમીનમાં હાલ એક ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવામાં આવી રહ્યું છે. જે માટે સેલવાસ અને વાપી નો ડોમેસ્ટિક વેસ્ટ ઠાલવી તેના પર માટી પુરાણનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. આ અંગેની જાણકારી મળ્યા બાદ સરીગામ GPCB એ તપાસ હાથ ધરી ગ્રામ પંચાયત ને શૉ કોઝ નોટિસ ઇસ્યુ કરી છે.
ગ્રામ પંચાયત દ્વારા વાપી-સેલવાસના ડોમેસ્ટિક વેસ્ટને કલેક્ટ કરવાનું કામ કરતા શખ્સને તેનું પુરાણ કરવા મંજૂરી આપી હતી. જે બાદ આ ખારલેન્ડ માં ડમ્પર, ટ્રક મારફતે ડોમેસ્ટિક/પ્લાસ્ટિક વેસ્ટ ઠાલવી JCB વડે નજીકની માટી તેના પર નાખી પુરાણ કરવામાં આવ્યું છે.