Saturday, June 21News That You Want to Read

ઉનાળાની કાળઝાળ ગરમીમાં અબોલ જીવો પણ પોતાની તરસ છીપાવી શકે એ માટે વાપી એનિમલ રેસ્ક્યુ ટીમેં શરૂ કરી ‘જળ કુંડ સેવા’ 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં તાપમાનનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે, ત્યારે અબોલ જીવો માટે પીવાનું પાણી દુર્લભ ના બને એ ઉદ્દેશ્યથી વાપી એનિમલ રેસ્ક્યુ ટીમના ગૌસેવકો વિવિધ વિસ્તારમાં પાણીના કુંડ મૂકી ‘જળ કુંડ સેવા’ શરૂ કરી છે. જેમાં લોકો તરફથી પણ ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

આ સેવાકાર્ય હેઠળ શહેર તથા નજીકના વિસ્તારોમાં ગાયો, કૂતરાઓ અને પક્ષીઓ માટે વિવિધ જગ્યાએ 50 થી વધુ પાણીના જળકુંડ મૂકી દેવામાં આવ્યા છે. દરેક કુંડની નિયમિત દેખરેખ અને સફાઈ પણ ટીમ દ્વારા જ થાય છે, જેથી પીવાના પાણીની શુદ્ધતા અને ઉપલબ્ધતા બંને જળવાઈ રહે

ટીમના સંચાલક મુકેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, આ સેવા કાયમી જરૂરિયાત છે. અબોલ જીવો બોલી નથી શકતા પણ તેમની તરસને આપણે અનુભવી શકીએ એ જ આ પશુ-પક્ષીઓ માટેની સાચી સંવેદના છે. આ કાર્યમાં સ્થાનિક રહીશો પણ જોડાઈ રહ્યા છે. લોકો ઘરના બહાર પાણીના પાત્ર મૂકી રહ્યા છે અને બાળકો પણ પંખીઓ માટે પાણી ભરે છે. આ સેવા હવે એક જનજાગૃતિનું સ્વરૂપ લઈ રહી છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *