
પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને વલસાડ SOG એ ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો
વલસાડ SOG ની ટીમે પોર્ટુગલમાં જવા માટે ખોટા (બનાવટી) નામ, સરનામા આધારે પાસપોર્ટ કઢાવતા એક ઇસમને ઉમરગામ તાલુકામાંથી ઝડપી પાડ્યો છે. હ્યુમન સોર્સ આધારે SOG એ આ સફળતા મેળવી છે. જેમાં મરોલી, બારીયાવાડ, રાજેશ બાબુભાઇ બારીના રહેણાંક મકાનમાંથી રાજેશ બાબુભાઇ બારીને ઝડપી પાડ્યો છે.
SOG એ આપેલી વિગતો મુજબ મરોલી, બારીયાવાડ, તા.ઉમરગામ, જી.વલસાડ ખાતે રહેતા રાજેશ બાબુભાઇ બારીએ પોતાના આર્થિક ફાયદા માટે “રાજેશ બગન રંચોર" ના ખોટા નામના દસ્તાવેજો જન્મનુ પ્રમાણપત્ર, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, પાનકાર્ડ, બેન્ક પાસબુક, એફીડેવીટ કરી હતી. જેની સાથે નહી પકડાયેલ સહ આરોપી પાસે આ દસ્તાવેજો ખોટા હોવાનુ જાણતો હોવા છતા સાચા દસ્તાવેજો તરીકે સરકારી કચેરીઓમાં રાજય સેવક સમક્ષ ખરા તરીકે રજુ કર્યા હતાં. ખોટા નામનો ભારતીય પાસપોર્ટ તથા પોર્ટુગીઝ પાસપોર્ટ તથા પોર્ટુગીઝ રિપબ્લીકનુ આઇડેન્ટીટી કાર્ડ મેળવી આ કામના આરોપીઓએ ભેગા મળી પ...