
કરવડમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર જમીન પર ઉભા કરેલા ભંગારના ગોડાઉન, સ્કૂલ, રહેણાંક ઇમારતો મામલે વાપી મનપા ના અધિકારીઓએ તપાસ કરવી હિતાવહ
એક સમયે વાપી તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગણાતા કરવડનો હાલમાં વાપી મહાનગરપાલિકા માં સમાવેશ કરવામાં આવ્યો છે. આ ગામના અને દાદરા નગર હવેલીની સરહદે મોટા પ્રમાણમાં આદિવાસી સમુદાય ની ખેતીની જમીનો આવેલ છે, જે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ 1879ની કલમ 73AA અને બિનખેતી પ્રીમિયમ પાત્ર ખેતીલાયક જમીનો છે. જેની મુલાકાત દરમ્યાન મળેલી વિગતો મુજબ આ જમીનો બિન અધિકૃત રીતે 99 વર્ષના પટ્ટે પરપ્રાંતીય લોકોને ભંગારના ગોડાઉન માટે આપી દેવાઈ છે. તો, કેટલીક જમીનો પર રહેણાંક ઇમારતો, શોપિંગ સેન્ટર, ચાલ અને શાળા બનાવી દેવામાં આવી છે.
ગ્રામ પંચાયત દ્વારા આ તમામ પાસેથી ઘરવેરો પણ વસુલવામાં આવે છે. જ્યારે, સરકારી ચોપડે આ જમીનના 7X12 મૂળ આદિવાસી સમુદાયના ખેડૂત પરિવારોના નામો ચાલે છે. આ ઉપરાંત તેમની જમીન ઉપર ડામર રોડ પણ બનાવવામાં આવેલો દેખાય છે. જો કે, આ સમગ્ર મામલે કેટલું કાયદેસર છે અને કેટલું ગેરકાયદેસર છે. તે બાબતે વાપી મનપ...