Thursday, June 26News That You Want to Read

સલવાવ: શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની વિદ્યાર્થીનીઓની શાનદાર સિદ્ધિ

વાપી, 21 જૂન, 2025 : ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા સમર-2025માં લેવાયેલી બી. ફાર્મસીના આઠમા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ તારીખ 21 જૂન, 2025ના રોજ જાહેર થયું. આ પરિણામમાં શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજે પોતાની ઉત્કૃષ્ટ પરંપરા જાળવી રાખી છે અને GTUના ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.

આ વર્ષે બે વિદ્યાર્થીનીઓએ GTUના ટોપ ટેનમાં સ્થાન હાંસલ કર્યું, જ્યારે 43 વિદ્યાર્થીઓએ 8.00થી વધુ SPI (સેમેસ્ટર પર્ફોર્મન્સ ઇન્ડેક્સ) મેળવી સંસ્થાનું ગૌરવ વધાર્યું. ખાસ કરીને, પ્રિયાંશી કલ્પેશકુમાર રાણાએ 9.64 SPI સાથે સમગ્ર GTUમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો, જે સંસ્થા અને કોલેજ માટે ગૌરવની વાત છે. આ ઉપરાંત, લાડ પ્રાચી ધર્મેશે 9.46 CPI (ક્યુમ્યુલેટીવ પર્ફોર્મન્સ ઇન્ડેક્સ) સાથે આઠમો ક્રમ મેળવી સંસ્થા, માતા-પિતા અને સમગ્ર વલસાડ જિલ્લાનું નામ રોશન કર્યું.

આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યક્ષ પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામસ્વામીજી, પૂજ્ય હરી સ્વામીજી, પૂજ્ય માધવ સ્વામીજી, ટ્રસ્ટી શ્રી બાબુભાઈ સોડવડીયા, ટ્રસ્ટીગણ, કેમ્પસ એકેડેમિક ડિરેક્ટર ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડિરેક્ટર શ્રી હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે અને સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. સાથે જ ભવિષ્યમાં પણ આવી ઉજ્જવળ સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ અને આશીર્વાદ આપ્યા છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *