
નવસારી GIDC પોલીસ ચોકી, નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અમૃતભાઈ મગનભાઈ વસાવા અને પોલીસ કોન્સ્ટેબલ ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડ વિરુદ્ધ રૂા. 40,000 ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો છે. ACB એ ગોઠવેલ છટકામાં આરોપી ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડ લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.

ACB એ આપેલી વિગતો મજબ ફરીયાદીનુ નામ પ્રોહિબીશનના ગુનામાં આરોપી તરીકે હતું. જે માટે ફરીયાદીએ નામદાર કોર્ટમાંથી આગોતરા જામીન મેળવ્યા હતા. જે હુકમ મુજબ અટક કરી જામીન મુક્ત કરવાની કાર્યવાહી કરવાના અવેજ પેટે PSI અમૃતભાઇ મગનભાઇ વસાવાએ રૂ. 40,000 ની માંગણી કરી હતી. જે લાંચની રકમ PC ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડને આપી દેવા જણાવેલ.

આ લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, ACB નો સંપર્ક કરી, પોતાની ફરીયાદ આપી હતી, જે આધારે ACB PI કે. આર. સક્સેનાએ ACB સ્ટાફ સાથે ACB સુરત એકમના મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના સુપરવિઝનમાં લાંચના છટકાનુ આયોજન કર્યું હતું, લાંચના છટકા દરમ્યાન ફરીયાદી સાથે આરોપી PSI અમૃતભાઇ મગનભાઇ વસાવાએ હેતુલક્ષી વાતચીત કરી, PC ચિરાગકુમાર સુરેશભાઈ રાઠોડે લાંચની રકમ સ્વીકારતા સ્થળ ઉપર ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે PSI અમૃતભાઇ મગનભાઇ વસાવા સ્થળ ઉપર હાજર ના હોય તેમને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
![]()
