Wednesday, February 18News That You Want to Read

વલસાડ પોલીસે 164 હથિયાર પરવાના રદ/મોકૂફ કર્યા, 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો પણ સામેલ

વલસાડ જિલ્લા પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ મહાનિદેશક વિકાસ સહાયની સૂચનામાં મોટી કાર્યવાહી કરી. પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં 164 હથિયાર પરવાના રદ અને મોકૂફ કરાયા.

પોલીસે હથિયાર પરવાના ધારકોની ચકાસણી કરી, લાઇસન્સ રિન્યુ ન કરનાર અને બે પરવાના ધરાવનારની યાદી બનાવી. ICJS અને ઇ-ગુજકોપ દ્વારા ગુનાહિત ઇતિહાસ તપાસી, 139 પરવાના રદ, 11 મોકૂફ અને 14 ઇસમોના એક-એક પરવાના રદ કરાયા.

આ 164 પરવાનામાં 19 ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકો સામેલ. દોઢ વર્ષમાં જિલ્લા વહીવટ સાથે સંકલનથી આ કામગીરી પૂર્ણ થઈ, જાહેર સુરક્ષા મજબૂત બની.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *