Tuesday, February 17News That You Want to Read

વાપીમાં સુપર બ્યુટી સેન્ટરના સહયોગથી Streax દ્વારા હેર એન્ડ બ્યુટી કેર વર્કશોપનું સફળ આયોજન: 80 થી વધુ બ્યુટિશિયન અને નવા ઉદ્યોગસાહસિકોને મળ્યું માર્ગદર્શન

વાપી સહિત આસપાસના વિસ્તારોમાં બ્યુટિશિયન અને નવા ઉદ્યોગસાહસિકોને બ્યુટી અને હેર કેર ક્ષેત્રે નવીનતમ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવાના ઉદ્દેશ્યથી વલસાડ જિલ્લાના વાપીમાં આવેલા સુપર બ્યુટી સેન્ટરના સંચાલક ઇબ્રાહિમ ચાંદ શીકલકરના સહયોગથી STREAX કંપની દ્વારા એક વર્કશોપ-ટ્રેનિંગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

રોયલ શેલ્ટર હોટેલ ખાતે યોજાયેલા આ સેમિનારમાં 80 થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો અને દેશની જાણીતી હેરબ્રાન્ડ ‘Streaks Professional’ની નવી પ્રોડક્ટ્સ Botbrazil Botox વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી. આ વર્કશોપમાં ખાસ કરીને ‘Streaks Professional’ ની નવી પ્રોડક્ટ, ‘Botbrazil’ના લોન્ચિંગ અને તેના ઉપયોગ વિશે પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી.

કંપનીના રિજનલ ટેકનિકલ મેનેજર (RTM) Hasnain Shaikh અને બિઝનેસ ડેવલપિંગ ઓફિસર વિનીત પાંડેએ ઉપસ્થિત સૌને Hair cutting techniques, coloring techniques, and the latest styling trends વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં સતત બદલાવ આવતો રહે છે અને તેથી બ્યુટિશિયન માટે સમયાંતરે નવા ટ્રેન્ડ્સ અને પ્રોડક્ટ્સ વિશે અપડેટ રહેવું અત્યંત જરૂરી છે.

સ્ટ્રીક્સ પ્રોફેશનલ હંમેશા એજ્યુકેશનને પ્રાથમિકતા આપે છે અને આ પ્રકારના સેમિનાર દ્વારા તેઓ બ્યુટી પ્રોફેશનલ્સને ઉત્તમ જ્ઞાન પૂરું પાડી રહ્યા છે.

સુપર બ્યુટી સેન્ટરના સંચાલક ઇબ્રાહિમ ચાંદ શીકલકરે જણાવ્યું હતું કે, “અમારું સેન્ટર બ્યુટિશિયન માટે જરૂરી તમામ પ્રકારનું રો-મટિરિયલ સપ્લાય કરે છે. આ સેમિનારનો મુખ્ય હેતુ વાપી, ઉમરગામ, સંજાણ, ભિલાડ, ઉદવાડા, દમણ અને આસપાસના વિસ્તારોના બ્યુટિશિયનને ઉચ્ચ ગુણવત્તાનું પ્રશિક્ષણ પૂરું પાડવાનો હતો, જેથી તેઓ ગ્રાહકોને શ્રેષ્ઠ પરિણામ આપી શકે.

આ સેમિનારમાં નાના ગામડાઓમાંથી પણ અનેક બ્યુટિશિયનોએ ભાગ લીધો હતો, જેમને બોટોક્સ જેવી ટ્રીટમેન્ટ્સ વિશે જાણકારી નહોતી. કંપની દ્વારા કોઈ પણ પ્રકારની ખરીદીની શરત વગર માત્ર શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી આ સેમિનારમાં તે તમામ પ્રકારની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. 80 થી વધુ સલૂનના સંચાલકો અને બ્યુટિશિયનોની ઉપસ્થિતિએ આ વર્કશોપને ભવ્ય સફળતા અપાવી હતી. 

ઇબ્રાહિમભાઈએ આ સફળ આયોજન માટે સ્ટ્રીક્સ પ્રોફેશનલની ટીમ અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ વર્કશોપથી સ્થાનિક બ્યુટી ઇન્ડસ્ટ્રીને નવો વેગ મળશે અને બ્યુટિશિયનોને પોતાના કૌશલ્યને નિખારવાની તક મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *