Wednesday, February 18News That You Want to Read

વલસાડ: ભીલાડમાંથી NDPS એક્ટ હેઠળ એક આરોપી ઝડપાયો, 1.043 કિલો ગાંજો જપ્ત

વલસાડ: સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (SOG), વલસાડને ગાંજાના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી કરતા વ્યક્તિઓને પકડવામાં મોટી સફળતા મળી છે. ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ મહાનિરીક્ષક, સુરત રેન્જ, પ્રેમ વીર સિંહ અને વલસાડના પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના મુજબ, SOG વલસાડના પોલીસ ઈન્સ્પેક્ટર એ. યુ. રોઝની ટીમે ભીલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન, સરીગામ, પટેલ નગરના નાકા પાસે, મહેરૂફ મલીકના ભંગારના ગોડાઉન નજીકથી પોલીસે રાહુલ ઉર્ફે કાલી બાબુભાઈ મલકાજી કાંબલે (ઉંમર 33) નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.

આરોપી રાહુલ ઉર્ફે કાલીની બજાજ ઓટો રિક્ષા (GJ 15 TT 0701) ની તપાસ કરતા, તેની બેગમાંથી 1.043 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત ₹ 10,430 છે. આ ઉપરાંત, પોલીસે ₹ 30,000 ની ઓટો રિક્ષા, ₹ 5,000 નો મોબાઈલ ફોન અને ₹ 14,890 રોકડા પણ જપ્ત કર્યા હતા. કુલ મળીને, ₹60,320 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

આરોપી રાહુલ ઉર્ફે કાલી સરીગામના પાણીપાડાનો રહેવાસી છે અને મૂળ મુંબઈ, મહારાષ્ટ્રનો છે. તેની સામે NDPS એક્ટ, 1985 ની કલમ 8(C), 20(B)(II)(B) અને 29 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે, જેમાં ભીલાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસનો સમાવેશ થાય છે.

આ સમગ્ર કામગીરીમાં પો.ઈન્સ. એ.યુ. રોઝ અને પો.સ.ઈ. બી.એચ. રાઠોડ સહિત SOG, વલસાડના અન્ય પોલીસ કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *