Wednesday, February 18News That You Want to Read

લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ESIC હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટીમાં તેમના પ્રતિનિધિ તરીકે ધ્રુવિન દિનેશભાઈ પટેલની નિમણૂક કરી

વાપી: લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે ESIC હોસ્પિટલ, વાપીની હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટી (HDC)માં તેમના પ્રતિનિધિ તરીકે ધ્રુવિન દિનેશભાઈ પટેલની નિમણૂક કરી છે. આ નિમણૂક અંગે કોર્પોરેશનના ડાયરેક્ટર જનરલને પત્ર લખીને સાંસદે ધ્રુવિન પટેલની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

સાંસદે જણાવ્યું કે ધ્રુવિન પટેલ કમિટીમાં તેમના કાર્યાલયનું અસરકારક પ્રતિનિધિત્વ કરશે. હોસ્પિટલ ડેવલપમેન્ટ કમિટી હોસ્પિટલના વિકાસ, સુવિધાઓ અને આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ નિમણૂકથી ઈ.એસ.આઈ.સી. યોજનાના લાભાર્થી કર્મચારીઓ અને તેમના પરિવારોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ મળી શકશે.

  • સાંસદએ ઉમેર્યું કે, “મને ધ્રુવિન દિનેશભાઈ પટેલની ક્ષમતામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને મને વિશ્વાસ છે કે તેઓ કમિટીમાં મારા કાર્યાલયનું અસરકારક પ્રતિનિધિત્વ કરશે.”

આ નિમણૂકને વલસાડ-વાપી વિસ્તારમાં આરોગ્ય સંબંધિત સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ધ્રુવિનભાઈ પટેલની નિમણૂક થતાં સ્થાનિક કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *