Wednesday, February 18News That You Want to Read

વલસાડમાં ટ્રાફિક ડ્રાઇવનો પ્રારંભ: નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ પર કાર્યવાહી, કુલ 92 કેસ નોંધ્યા

વલસાડ પોલીસે રાજ્યવ્યાપી ટ્રાફિક ડ્રાઇવના ભાગરૂપે કડક કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી સૂચના મુજબ, તા.03/09/2025 થી તા. 17/09/2025 દરમિયાન નંબર પ્લેટ વિનાની અને કાળા કાચવાળી ગાડીઓ સામે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ ઝુંબેશના પ્રથમ દિવસે જ વલસાડ જિલ્લામાં પોલીસે કુલ 92 કેસ નોંધ્યા હતા. જેમાં નંબર પ્લેટ વિનાની 51 ગાડીઓ અને કાળા કાચવાળી 41 ગાડીઓનો સમાવેશ થાય છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ટ્રાફિકના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાનો અને માર્ગ સલામતી વધારવાનો છે.

પોલીસ દ્વારા આ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે અને નિયમનો ભંગ કરનારા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વાહનચાલકોને નિયમોનું પાલન કરવા અને દંડ કે અન્ય કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે વિનંતી કરવામાં આવે છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *