કપરાડાની માંજરી અને સીમખાડી પ્રાથમિક શાળામાં વલસાડ જિલ્લા પ્રભારી સચિવ IAS રેમ્યા મોહનની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો
ગુજરાત સરકારના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-2025 અભિયાન અંતર્ગત વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની માંજરી અને સીમખાડી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ વલસાડ જિલ્લા પ્રભારી સચિવ અને નગરપાલિકા વહીવટી કમિશનર IAS રેમ્યા મોહનની અધ્યક્ષતામાં યોજાયો હતો.
નવી શિક્ષણ નીતિ અનુસાર, આંગણવાડી, બાલવાટિકા અને પ્રથમ ધોરણમાં કુલ 23 બાળકોનો શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો. જેમાં આંગણવાડીમાં 4 કુમાર અને 5 કન્યા, બાલવાટિકામાં 5 કુમાર અને 8 કન્યા તેમજ પ્રથમ ધોરણમાં 1 કુમાર અને 2 કન્યાનો સમાવેશ થયો.
પ્રભારી સચિવ રેમ્યા મોહને જણાવ્યું કે, આ શુભ પ્રસંગે બાળકોને સુંદર વાતાવરણમાં શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ શિક્ષણની પ્રગતિ થઈ રહી છે અને શિક્ષકોએ બાળકોના આંતરિક કૌશલ્યોને ઉજાગર કરવા સતત પ્રયાસો કરવા જોઈએ. તેમણે પ્રવેશ મેળવ...
