શંકર ધોધ: ચોમાસામાં કુદરતનો અદ્ભુત નજારો, પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
દક્ષિણ ગુજરાતમાં કુદરતના ખોળે વસેલો અને ધરમપુર તાલુકામાં આવેલો પ્રખ્યાત શંકર ધોધ હાલ ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. વરસાદી મૌસમમાં આ ધોધ અને તેની આસપાસની લીલીછમ વનરાજીનો અદ્ભુત નજારો માણવા માટે મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. પ્રવાસીઓ આ નયનરમ્ય સ્થળની સુંદરતાને પોતાની આંખોમાં કંડારી રહ્યા છે, તો કેટલાક લોકો સેલ્ફી અને તસવીરો ખેંચીને આ યાદગાર પળોને કેપ્ચર કરી રહ્યા છે.
સ્થાનિકોના મતે, શંકર ધોધ ચોમાસામાં એક એવું સ્થળ બની જાય છે જ્યાં આવીને લોકો શહેરના તાણ અને ડિપ્રેશનને ભૂલી શકે છે. આ એક પ્રખ્યાત સ્થળ છે જ્યાં કુદરતનો સાક્ષાત્કાર થાય છે. ઘણા પ્રવાસીઓ, જેમાં સ્થાનિકો અને બહારથી આવતા લોકો પણ સામેલ છે, તેઓ વર્ષમાં બે થી ત્રણ વાર આ સ્થળની મુલાકાત લે છે.
જોકે, આ સુંદર સ્થળના વિકાસ માટે હજુ પણ ઘણી તકો રહેલી છે. પ્રવાસીઓની સુવિધા માટે અહીં પાર્કિંગની વ્યવસ્થા, નાસ્તા...
