ખેડૂતોને વળતર, દેવા માફી અને ઘાસચારો: શક્તિસિંહ ગોહિલની ભાજપ સરકાર સામે આક્રોશપૂર્ણ માંગણીઓ!
ગુજરાતના ખેડૂતો માટે કોંગ્રેસની લડત: સંપૂર્ણ વાવેતરનું વળતર આપો!
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને જગતનો તાત આર્થિક સંકટમાં ફસાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર સમક્ષ કેટલીક આક્રોશપૂર્ણ માંગણીઓ મૂકી છે.
મુખ્ય માંગણીઓ અને સણસણતા સવાલો:
1. સંપૂર્ણ વાવેતરનું વળતર ચૂકવો!
શ્રી શક્તિસિંહ ગોહિલે ભારપૂર્વક માંગણી કરી છે કે, સરકારે સર્વેના "નાટક" બંધ કરીને ખેડૂતોનું જેટલું વાવેતર છે તેટલું વળતર તાત્કાલિક ચૂકવવું જોઈએ. સર્વેની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠી છે, ત્યારે ખેડૂતોને સીધું વળતર આપીને રાહત આપવી જરૂરી છે.
2. પાક વીમા યોજના ફરી શરૂ કરો – ગુજરાતના ખેડૂતોનો શું વાંક?
ગુજરાત રાજ્યમાં વર્ષ 2020થી પાક વીમા...
