Tuesday, February 17News That You Want to Read

ખેડૂતોને વળતર, દેવા માફી અને ઘાસચારો: શક્તિસિંહ ગોહિલની ભાજપ સરકાર સામે આક્રોશપૂર્ણ માંગણીઓ!

ગુજરાતના ખેડૂતો માટે કોંગ્રેસની લડત: સંપૂર્ણ વાવેતરનું વળતર આપો!

ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે અને જગતનો તાત આર્થિક સંકટમાં ફસાયો છે. આ ગંભીર પરિસ્થિતિમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલે રાજીવ ગાંધી ભવન ખાતે એક વિશેષ પત્રકાર પરિષદ યોજીને રાજ્ય સરકાર સમક્ષ કેટલીક આક્રોશપૂર્ણ માંગણીઓ મૂકી છે.

​મુખ્ય માંગણીઓ અને સણસણતા સવાલો:

​1. સંપૂર્ણ વાવેતરનું વળતર ચૂકવો!

​શ્રી શક્તિસિંહ ગોહિલે ભારપૂર્વક માંગણી કરી છે કે, સરકારે સર્વેના “નાટક” બંધ કરીને ખેડૂતોનું જેટલું વાવેતર છે તેટલું વળતર તાત્કાલિક ચૂકવવું જોઈએ. સર્વેની પ્રક્રિયામાં અનેક ફરિયાદો ઉઠી છે, ત્યારે ખેડૂતોને સીધું વળતર આપીને રાહત આપવી જરૂરી છે.

​2. પાક વીમા યોજના ફરી શરૂ કરો – ગુજરાતના ખેડૂતોનો શું વાંક?

​ગુજરાત રાજ્યમાં વર્ષ 2020થી પાક વીમાની યોજના બંધ કરી દેવામાં આવી છે. સાંસદશ્રીએ સવાલ કર્યો કે, “ગુજરાત રાજ્ય સિવાય અન્ય દરેક રાજ્યમાં પાક વીમાની યોજના કાર્યરત છે, તો ગુજરાત રાજ્યના ખેડૂતોનો શું વાંક છે?” જો આ યોજના કાર્યરત હોત, તો આજે લાખો ખેડૂતોને આર્થિક વિનાશથી બચાવી શકાયા હોત.

​3. ખેડૂતોના દેવા માફ કરો! ઉદ્યોગપતિઓને માફી, તો ખેડૂતોને કેમ નહીં?

​ખેડૂતોની કફોડી સ્થિતિ અને આત્મહત્યાના કરૂણ બનાવોનો ઉલ્લેખ કરતાં શ્રી ગોહિલે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે:

​”જો ભાજપ સરકાર દેશના ઉદ્યોગપતિઓના ૨૧ લાખ કરોડના દેવા માફ કરી શકતી હોય, દેશથી ભાગનારા ઉદ્યોગપતિના દેવા માફ કરી શકતી હોય તો ગુજરાતના ખેડૂતોના કેમ નહીં?”

તેમણે કર્ણાટક અને તેલંગાણાની કોંગ્રેસ સરકારોના ઉદાહરણો આપીને ગુજરાતના ખેડૂતોના દેવા તાત્કાલિક માફ કરવાની માંગ કરી છે.

​4. વિનામૂલ્યે ઘાસચારો ઉપલબ્ધ કરાવો!

​પાકના નાશને કારણે પશુધન માટે ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. પશુપાલકોની પીડાને વાચા આપતાં તેમણે કહ્યું કે, સરકારે તાત્કાલિક વિનામૂલ્યે પશુપાલકોને ઘાસચારો ઉપલબ્ધ કરાવવો જોઈએ. ફોરેસ્ટના ગોડાઉનમાં ઉપલબ્ધ ઘાસચારાને પણ પશુઓ માટે વાપરવાની વ્યવસ્થા કરવાની માંગણી કરાઈ છે.

​આત્મહત્યા ન કરવા ખેડૂતોને અપીલ!

​ખેડૂતો દ્વારા લેવાતા આત્મહત્યાના અંતિમ પગલાં પર દુઃખ વ્યક્ત કરતાં શ્રી શક્તિસિંહ ગોહિલે સંવેદના સાથે અપીલ કરી હતી કે, “સંઘર્ષના સમયમાં સમગ્ર ગુજરાત અને કોંગ્રેસ પક્ષ ખેડૂતોના પડખે ઊભા છીએ. ઘર-પરિવારને ધ્યાનમાં રાખીને આત્મહત્યા જેવું અંતિમ પગલું ના લેવા વિનંતી કરીએ છીએ.”

ખેડૂત આક્રોશ યાત્રાનો પ્રારંભ!

​ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોની પીડાને વાચા આપવા માટે આગામી 6 નવેમ્બરથી ‘ખેડૂત આક્રોશ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવશે. સોમનાથ મહાદેવના દર્શન કરીને શરૂ થનારી આ યાત્રાનું નેતૃત્વ પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષારભાઈ ચૌધરી કરશે. આ યાત્રા 13 નવેમ્બર સુધી સમગ્ર સૌરાષ્ટ્રને આવરી લેશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *