ગ્રાહકો સાવધાન! વલસાડના રિલાયન્સ સ્માર્ટ બજારમાં એક્સપાયરી ડેટવાળી ચીજોનું વેચાણ, ફૂડ વિભાગે કાર્યવાહી કરી!
વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી આવ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના ગંભીર આરોપો ! એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તાવાળી અને એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાદ્ય ચીજોનું ડિસ્કાઉન્ટમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ ફરિયાદના આધારે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આર. વળવીના માર્ગદર્શન હેઠળ, ફૂડ સેફ્ટી ઓફિસર વી.કે. પટેલની ટીમે તાત્કાલિક રિલાયન્સ સ્માર્ટ બજારમાં તપાસ હાથ ધરી.
તપાસ દરમિયાન, ટીમને ત્યાંથી એક્સપાયરી ડેટવાળી 5 કીમતી ખાદ્ય વસ્તુઓ મળી આવી, જેમાં ઘી, બિસ્કીટ, ચિપ્સ, જિંજર પેસ્ટ અને નૂડલ્સનો સમાવેશ થતો હતો.
આ તમામ ખાદ્ય સામગ્રીની કુલ કિંમત ₹ 3064/- જેટલી થવા જાય છે, જેનો ટીમે સ્થળ ઉપર જ નાશ કર્યો હતો.
આ સાથે, ગુણવત્તા ચકાસણી માટે પાંચ સર્વેલન્સ નમૂનાઓનું સેમ્પલિ...
