વલસાડના છીપવાડ ખાતે આવેલા રિલાયન્સ સ્માર્ટ બજારમાંથી આવ્યા છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાના ગંભીર આરોપો ! એક જાગૃત નાગરિક દ્વારા વલસાડ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, સ્માર્ટ બજારમાં હલકી ગુણવત્તાવાળી અને એક્સપાયરી ડેટ વીતી ગયેલી ખાદ્ય ચીજોનું ડિસ્કાઉન્ટમાં વેચાણ કરવામાં આવી રહ્યું છે.
આ ફરિયાદના આધારે, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર આર. વળવીના માર્ગદર્શન હેઠળ, ફૂડ સેફ્ટી ઓફિસર વી.કે. પટેલની ટીમે તાત્કાલિક રિલાયન્સ સ્માર્ટ બજારમાં તપાસ હાથ ધરી.
તપાસ દરમિયાન, ટીમને ત્યાંથી એક્સપાયરી ડેટવાળી 5 કીમતી ખાદ્ય વસ્તુઓ મળી આવી, જેમાં ઘી, બિસ્કીટ, ચિપ્સ, જિંજર પેસ્ટ અને નૂડલ્સનો સમાવેશ થતો હતો.
આ તમામ ખાદ્ય સામગ્રીની કુલ કિંમત ₹ 3064/- જેટલી થવા જાય છે, જેનો ટીમે સ્થળ ઉપર જ નાશ કર્યો હતો.
આ સાથે, ગુણવત્તા ચકાસણી માટે પાંચ સર્વેલન્સ નમૂનાઓનું સેમ્પલિંગ કરવામાં આવ્યું હતું અને આ નમૂનાઓને પૃથક્કરણ (Analysis) માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
ફૂડ સેફ્ટી ઓફિસરે રિલાયન્સ સ્માર્ટ બજારના સંચાલકને એક્સપાયરી પ્રોડક્ટ્સ ડિસ્પ્લેમાં ન રાખવા અને તેનો તાત્કાલિક નાશ કરવા માટે કડક સૂચનાઓ આપી કાર્યવાહી હાથ ધરી છે.
ગ્રાહકોને અપીલ છે કે તેઓ ખરીદી કરતી વખતે ઉત્પાદનની ગુણવત્તા અને ખાસ કરીને એક્સપાયરી ડેટ ચોક્કસપણે ચકાસી લે. તમારા સ્વાસ્થ્યની સુરક્ષા જ અમારી પ્રાથમિકતા છે.
![]()




