ગુજરાત પોલીસ: સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, વલસાડ દ્વારા ભીલાડ NDPS કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર મહિલા આરોપીને ઝડપી લીધી
વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ને ભીલાડ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળના બે ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચાલી રહેલી મહિલા આરોપી નગમા ઉર્ફે રેખાબેન અયુબભાઈ ઈશાકભાઈ શેખ (ઉ.વ. 48) ને પકડવામાં મહત્વપૂર્ણ સફળતા મળી છે.
સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક, શ્રી પ્રેમ વીર સિંહ (IPS) ના સીધા માર્ગદર્શન હેઠળ, વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક, મે. ડૉ. કરનરાજ વાઘેલા (IPS) એ હત્યા, ધાડ, લૂંટ જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને ફરાર આરોપીઓને પકડવા માટે એક વિશેષ અભિયાન શરૂ કર્યું હતું.
આ અભિયાન અંતર્ગત ફરિયાદીઓને ન્યાય મળે અને પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ જળવાઈ રહે તે હેતુથી, સિનિયર અધિકારીઓ દ્વારા પોલીસ ઇન્સ્પેકટર શ્રી એ.યુ. રોઝ, SOG વલસાડ (કેમ્પ. વાપી) ને આવા ફરાર આરોપીઓ અંગે ગુનાઓના કેસ કાગળોનો ઝીણવટભર્યો અભ્યાસ કરવા અને આરોપીઓના સગાં-સંબંધીઓ તેમજ તેમના વ્યવસાય...
